Get The App

દીપડા સામે નવો એઆઈ એલર્ટ - ગામમાં એન્ટ્રી સાથે સાયરન વાગશે

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
દીપડા સામે નવો એઆઈ એલર્ટ - ગામમાં એન્ટ્રી સાથે સાયરન વાગશે 1 - image

દીપડાના ઉપદ્રવને નાથવા ફોરેસ્ટ વિભાગ ટેકનોલોજીને સહારૅ

દીપડાની કટોકટીને પહોંચી વળવા માટે સરકારે ૧૧ કરોડ ફાળવ્યાઃ નાસિકના કુંભમેળાને ધ્યાનમાં લઈ સુરક્ષા વધારાઈ

મુંબઈ -  મહારાષ્ટ્રમાં વધતાં જતા દીપડાના ઉપદ્રવ અને હુમલાના બનાવોને અંકુશમાં લેવા માટે સરકારે એ.આઈ. આધારિત એલર્ટ સિસ્ટમની ગોઠવણી પુણે, નાસિક,ત અહિલ્યાનગરમાં ડ્રોનથી નજર રાખવા ઉપરાંત દીપડાને પકડવા માટે પીંજરાની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દીપડાના વધતા જતા ત્રાસને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા તેમ જ ઉપદ્રવ અટકાવવા માટેના ઉપાયોય વિચારવા માટે આજે મંત્રાલયમાં યોજાયેલી સમીક્ષા બેઠક વિશે જાણકારી આપતાં વનમંત્રી ગણેશ નાઈકે જણાવ્યું હતું કે હવે દીપડાને પકડવાની કામગીરીમાં વનરક્ષકોને મદદરૃપ થઈ શકે એ માટે સ્વયંસેવકો અને સ્થાનિક યુવાનોને તૈયાર કરવામાં આવી રહ્યા ંછે.

પુણે જિલ્લાના જુન્નર ફોરેસ્ટ ડિવિઝનમાં આવતા શિરૃરમાં છેલ્લાં એક મહિનામાં દીપડાએ ૩ જણનો ભોગ લીધો હતો.  પુણે ઉપરાંત અહિલ્યાનગર અને નાસિકમાં પણ દીપડાની રંજાડ ખૂબ જ વધી ગઈ છે આને પગલે સતત દહેશતમાં જીવતા  ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠયો છે. થોડા દિવસ પહેલાં ઉશ્કેરાયેલા લોકોએ ફોરેસ્ટ ઓફિસને અને જંગલ ખાતાના વાહનને આગ ચાંપી હતી.

વનમંત્રીએ જણાવ્યું હતું કે જુન્નર વિસ્તારમાં સૌથી વધુ દીપડાની દહેશત વ્યાપી લહોવાથી અગાઉ  ત્યાં  ૨૦૦ પીંજરા  મૂકવામાં આવ્યા હતા.  એ સંખ્યા વધારીને એક હજાર કરવામાં આવી છે.

સ્પેશ્યલ કેમેરા સાથે જોડવામાં આવેલી એ.આઈ. આધારિત એલર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. એટલે દીપડો ગામમાં દાખલ થશે એ જ વખતે સાયરન ગાજી ઊઠશે.

ખેડૂતોએ રાતના સમયે દીપડાના જોખમનો સામનો કરીને ખેતીના કામ માટે ખેતરોમાં જવું ન પડે એટલે દિવસે સિૅંચાઈ માટે વીજળી પુરવઠો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.  ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ ઝડપથી ઘટના સ્થળે પહોંચી શકે માટે વધુ વાહનો ફાળવવામાં આવ્યા છે અને ઉંચે આકાશેથી દીપડાની હિલચાલ પરહ ચાંપતી નજર રાખવા માટે ડ્રોન પૂરા પાડવામાં  આવ્યાં છે. આ બધી ઉપાય યોજના માટે ૧૧ કરોડ ફાળવવામાં આવ્યાં છે. 

નાસિકમાં આવતા વર્ષે શરૃ થનારા સિંહસ્થ કુંભમેળાને ધ્યાનમાં લઈને પણ યુદ્ધના ધોરણે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યાં  છે, એમ નાઈકે જણાવ્યું હતું.

દીપડાની આબાદી વધતી અટકાવવા નસબંધી

મહારાષ્ટ્રના પુણે, નાસિક, અહિલ્યાનગર જિલ્લામાં દીપડાના વધતા જતા ઉપદ્રવને કાબુમાં લેવાના પ્રયાસરૃપે રાજ્ય સરકારે દીપડાની નસબંધી કરી આબાદી વધતી અટકાવવાનો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રના વનમંત્રી ગણેશ નાઇકે આ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે અમુક દીપડાને વનતારામાં મોકલવામાં આવશે. દીપડાને નસબંધી કરવાની પરવાનગી મળી ગઈ હોવાથી વહેલીતકે આ કામગીરી શરૃ કરવામાં આવશે.

છેલ્લા પખવાડિયામાં દીપડાના હુમલામાં લગભગ ચાર જણે જીવ ગુમાવ્યો એ વિશે પૂછવામાં આવતા વનમંત્રીએ જણાવ્યું હતું કે માનવભક્ષી દીપડાઓને તો ઠાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત દીપડાને પકડવા માટેના પીંજરાની સંખ્યા વધારવામાં આવી છે, એમ દીપડાના વધતા જતા ત્રાસની બાબતે ચર્ચા કરવામાં આવી હતી.