Get The App

નેહા કક્કડે કારકિર્દી અને સંબંધોમાંથી બ્રેકની પોસ્ટ મૂકી , પછી ડિલીટ કરી

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
નેહા કક્કડે કારકિર્દી અને સંબંધોમાંથી બ્રેકની પોસ્ટ મૂકી , પછી ડિલીટ કરી 1 - image

કોઈ અંગત મુશ્કેલી કે પબ્લિસિટી સ્ટન્ટની અટકળો

નેહા તાજેતરમાં એક અશ્લીલ ગીત માટે ભારે ટ્રોલ થઈ હતી  

મુંબઈ - સિંગર અને મ્યુઝિક રિયાલિટી શોની જજ નેહા  કક્કડે પોતે કારકિર્દી અને સંબંધોમાંથી પણ અનિશ્ચિત મુદ્દત માટે બ્રેક લઈ રહી હોવાની જાહેરાત કરી તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. જોકે, આશરે અડધા જ કલાકમાં તેણે આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી. 

નેહાએ પોસ્ટમાં જણાવ્યું હતું કે હું સંબંધો, જવાબદારીઓ, કારકિર્દી બધામાંથી બ્રેક લઈ રહી છું. મને ખબર નથી કે હું ક્યારેય પુનરાગમન  કરીશ કે નહિ. નેહાએ પાપારાઝી ફોટોગ્રાફર્સને તેના ફોટા નહિ પાડવા  અને તેની પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ પણ કરી હતી. 

નેહાની આ પોસ્ટ ભારે વાયરલ થઈ હતી. તેના કેટલાક ચાહકોએ શંકા વ્યક્ત કરી હતી કે તે હાલ કોઈ અંગત મુશ્કેલીમાંથી પસાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, કેટલાક લોકોએ એવી પણ અટકળ લગાવી હતી કે આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ પણ હોઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે નેહા તાજેતરમાં એક અશ્લીલ ગીત માટે ભારે વિવાદમાં આવી છે. આ ગીત માટે તેને ઓનલાઈન ટ્રોલ કરાઈ હતી. જોકે, તેની આ પોસ્ટ માટે આ ગીતનો વિવાદ જવાબદાર છે કે કેમ તે નક્કી થઈ શક્યું નથી.