આધ્યાત્મિક નેતાઓ પર ટિપ્પણી ભારે પડી
ગુરુઓને ઘુસણખોર કહેવાની હિંમત ન કરવા ચેતાવણી
મુંબઈ - પુણે જિલ્લાના આણંદીમાં
કીર્તનકાર સંગ્રામ ભંડારેના નેતૃત્વમાં આવેલા જૂથે એનસીપી (એસ.પી.)ના પ્રવક્તા વિકાસ લાવંડે પર આજે
શાહી ચોપડી હતી. તેમણે આધ્યાત્મિક નેતાઓ પર ઘુસણખોર ગણાવવાનો આરોપ મૂક્યો
હતો.
વાયરલ થયેલા વીડિયોમાં ભંડારે લવાંડે પર શાહી ફેંકી રહ્યા છે અને
ગુરુઓ વિશે અપમાનજનક ભાષા સહન નહીં કરવામાં આવે એવી ચેતવણી આપતા જોવા મળે
છે. લવાંડેએ તાજેતરમાં કેટલાક આધ્યાત્મિક નેતાઓને ભાજપ અને આરએસએસ દ્વારા
મહારાષ્ટ્રમાં લાવવામાં આવેલા મનુવાદી ઘુસણખોરો ગણાવ્યા હતા.
હુમલા બાદ લવાંડેએ લોની કાલભોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે
આરોપ લગાવ્યો કે ૧૦થી ૧૫ લોકો વાહનોમાં આવી તેમની કાર રોકી હુમલો કર્યો હતો અને
પિસ્તોલ પણ તાકી હતી. જોકે, ભંડારેએ પિસ્તોલના આરોપોને નકારી કાઢયા છે.
આ ઘટનાની એનસીપી(એસપી)ના ધારાસભ્ય
રોહિત પવારે નિંદા કરી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે વારકરી પરંપરાના નામે હિંસા
અને અપશબ્દોનો સહારો કેમ લેવાઈ રહ્યો છે.
આ વિવાદ વચ્ચે શરદ પવાર દ્વારા
વારકરી પરંપરામાં પ્રતિગામી તત્વોના પ્રવેશ
અંગે વ્યક્ત કરાયેલી ચિંતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તેની
ટીકા પણ ફરી ચર્ચામાં આવી છે.


