Mumbai

એનસીપી ધારાસભ્યની કારની 4 વર્ષીય બાળકીને ટક્કર

By GS TEAM
2 Dec 20251 min read
એનસીપી ધારાસભ્યની કારની 4 વર્ષીય બાળકીને  ટક્કર

ધારાસભ્ય કટકે પ્રચાર માટે જતા હતા 

અકસ્માતના સીસીટીવી ફૂટેજ ઇન્ટરનેટ પર વાયરલ થયો

મુંબઈ -  મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ ગરમાઇ ગયો હતો. ત્યારે પૂણેમાં એનસીપી (અજીત પવાર જૂથ)ના ધારાસભ્યની બીએમડબલ્યુ કારે ચાર વર્ષીય બાળકીને ટક્કર મારતા તેને ગંભીર ઇજા થઇ હતી.

આ  વાહન વિધાન સભ્ય જ્ઞાાનેશ્વર કટકેનું હોવાનું કહેવાય છે. તેઓ રવિવારે બપોરે શિરુર મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીના  પ્રચારમાં ભાગ લેવા માટે પુણેથી શિરુર જઇ રહ્યા હતા.

પુણે-અહમદનગર હાઇવે પર બોરહાડે માળા નજીક કારે રસ્તો ઓળંગી ચાર વર્ષીય શુભ્રા બોરહાડેને અડફેટમાં લીધી હતી. બાળકી ગંભીરપણે ઘાયલ થઇ હતી. કારમાંતેને નજીકની હોસ્પિટલમાં  લઇ જવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજની મદદથી  મામલાની વધુ તપાસ આદરી છે.