Mumbai

મહારાષ્ટ્રના ગોંદિયામાં નકસલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ

By GS TEAM
30 Nov 20251 min read
મહારાષ્ટ્રના ગોંદિયામાં નકસલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ

રૃ.89 લાખનું સામૂહિક ઈનામ ધરાવતા

સિનિયર કેડર વિનોદ સયાનાના માથા પર રૃ.૨૫ લાખનું ઈનામ હતું

મુંબઈ -  પૂર્વ મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં વરિષ્ઠ કેડર અનંત ઉર્ફે વિનોદ સયાના સહિત ૧૧ નકસલવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. તેમના માથા પર રૃ.૮૯ લાખનું સામૂહિક ઈનામ હતું.

ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અંકિત ગોયલે (ગઢચિરોલી રેન્જ)એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 'આત્મસમર્પણ કરનારા કેડર પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ના દરેકસા દલમના હતા.

દરેકસા દલમ એમએમસી (મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ) ઝોનમાં સૌથી સક્રિય દલમ છે. આ સામે મોટાભાગના ગુનેગારોએ આત્મસમર્પણ કરી દીધું છે અને તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે તૈયાર છે, એમ તેમણે કહ્યું હતું.

પોલીસ હેડકવાર્ટલર ખાતે આત્મસમર્પણ કરનારા કેડરોની ઓળખ વિનોદ સયાના (ઉં.વ.૪૦), પાંડુ પુસુ વાડ્ડે (ઉં.વ.૩૫) રાણી ઉર્ફે રામે યેસુ નરોટે (ઉં.વ.૩૦), સંતુ ઉર્ફે તિજૌરામ ધરમસહાય પોરેટ્ટી (ઉં.વ.૩૫) શેવંતિ રાયસિંગ પાંદરે (ઉં.વ.૩૨) કાશીરામ બન્ટુલા (ઉં.વ.૬૨), નક્કી સુકલુ કારા (ઉં.વ.૫૫) સન્નુ મુદિયમ (ઉં.વ.૨૭), સાદુ પુલઈ સોટી (ઉં.વ.૩૦), શીલા ચમરુ મડાવી (ઉં.વ.૪૦), રિતુ ભીયા ડોડી (ઉં.વ.૨૦) તરીકે થઈ છે.

નકસલવાદી વિનોદ સયાનાના માથા પર રૃ.૨૫ લાખનું ઈનામ હતું. તેણે એ.કે.૪૭ રાઈફલ સાથે આત્મસમર્પણ કર્યું હતું.