Mumbai

નવાઝુદ્દીન હોલીવૂડના ઈલિયા વોલોક સાથે સ્ક્રીન શેર કરશે

By GS TEAM
21 Oct 20251 min read
નવાઝુદ્દીન હોલીવૂડના ઈલિયા વોલોક સાથે  સ્ક્રીન શેર કરશે

ફરાર ટાઈટલ ધરાવતી ફિલ્મ માટે પસંદગી

ડબ્બા કાર્ટલની હિરોઈન નિમિષા સજાયન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાંં 

મુંબઇ -  નવાઝુદ્દિન સિદ્દિકી આગામી ફિલ્મ 'ફરાર'માં હોલીવૂડના એક્શન સ્ટાર ઈલિયા વોલેક સાથે સ્ક્રીન શેર કરવાનો છે. આ ફિલ્મમાં વેબ સીરિઝ 'ડબ્બા કાર્ટેલ'ની એક હિરોઈન નિમિષા સંજયાન પણ મહત્વની ભૂમિકામાં હશે. 

મૂળ યુક્રેનનો કલાકાર ઈલિયન એક્શન અભિનેતા તરીકે જાણીતો છે. આથી આ એક એક્શન ફિલ્મ હશે તેમ માનવામાં આવે  છે.  નવાઝુદ્દિન સિદ્દિકી  આ ફિલ્મમાં ફિઝિક્સના પ્રોફેસરની ભૂમિકામાં હશે. જ્યારે ઈલિયન વિલનના રોલમાં હશે. 

કુશાગ્ર શર્મા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.