Get The App

બોગ્સ કાસ્ટ સર્ટિ. કેસમાં નવનીત રાણાને મુક્તિ, પિતા સામે કેસ ચાલુ

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
બોગ્સ કાસ્ટ સર્ટિ. કેસમાં નવનીત રાણાને મુક્તિ, પિતા સામે કેસ ચાલુ 1 - image

ખોટાં સર્ટિ.ના આધારે ચૂંટણી લડયાનો  આરોપ

પિતા હરભજનસિંહ સામે આરોપો ઘડવા ૧૬મી  ફેબુ્રઆરીએ સુનાવણી

મુંબઈ -  મુંબઈની એક કોર્ટે બુધવારે ભાજપના નેતા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય (એમપી) નવનીત રાણાને નકલી જાતિ પ્રમાણપત્ર કેસમાંથી મુક્ત કર્યા છે.

તેમની મુક્તિની અરજીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (માઝગાંવ કોર્ટ) એ.એ. કુલકર્ણીએ મંજૂર કરી હતી. હજુ સુધી કોઈ વિગતવાર ઓર્ડર ઉપલબ્ધ થયો નહોતો.

જોકે, તેમના પિતા હરભજનસિંહ કુંડલેસ સામેનો કેસ ચાલુ રહેશે કારણ કે કોર્ટે તેમની સામે આરોપો ઘડવા માટે કેસની સુનાવણી ૧૬ ફબુ્રઆરી સુધી મુલતવી રાખી છે.

 અનુસૂચિત જાતિના હોવાનો દાવો કરનારા રાણો પૂર્વ મહારાષ્ટ્રના અમરાવતી (૨૦૧૯-૨૪)થી  સાંસદ હતા. તે પછીથી ભાજપમાં જોડાઈ ગયા હતા.

મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાણા અને તેના પિતાએ કથિત રીતે અમરાવતી લોકસભા બેઠક પર  જ્યાંથી ચૂંટણી લડી હતી, તે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત હોવાથી, જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા.

૨૦૨૧માં બોમ્બે હાઈકોર્ટે રાણાને આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્ર રદ કર્યું હતું, કારણ કે તે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેતરપિંડીથી મેળવવામાં આવ્યું હતું.

જોકે, એપ્રિલ ૨૦૨૪ માં, સુપ્રીમ કોર્ટે રાણાનું અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર પુનઃસ્થાપિત કર્યું, જેનાથી તેઓ લોકસભાની ચૂંટણી લડી શકયા હતા.

જોકે, તેઓ ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે અમરાવતીથી હારી ગયા હતા.