Get The App

નવી મુંબઇના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર વિકી દેશમુખની ગોવામાં ધરપકડ

Updated: Aug 1st, 2022

GS TEAM


Google News
Google News
નવી મુંબઇના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર વિકી દેશમુખની ગોવામાં ધરપકડ 1 - image


ગોવાના કેસિનોમાં પોલીસને જોઈ ભાગવા માંડયો પણ ઝડપાઇ ગયોે 

વિકીએ બિલ્ડરોમાં ખંડણીનો ટેરર ફેલાવ્યો હતોઃ હત્યા, અપહરણ, મારામારી સહિતના  33થી વધુ કેસોમાં સંડોવણી

મુંબઇ :  નવી મુંબઇના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર અને હિસ્ટ્રીશીટરવિક્રાન્ત ઉર્ફે વિકી દેશમુખની રવિવારે રાત્રે ગોવામાં ધરપકડ કરવામાં આવી હતી. નવી મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આપેલ ચોક્કસ બાતમીના આધારે ગોવા પોલીસે આ કાર્યવાહી કરી હતી. આરોપી વિકી દેશમુખ સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, ખંડણી, અપહરણ, દરોડા જેવા  ૩૩ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ ૨૦૨૦માં દેશમુખ સામે મકોકા દાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે દેશમુખ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ કારતૂસ જપ્ત કર્યા હતા.

વર્ષ ૨૦૧૯માં હત્યાના એક કેસ પછી વિકી દેશમુખ ફરાર થઇ ગયો હતો નવી મુંબઇના નેરુળના વતની એવા દેશમુખ  સામે હત્યા, અપહરણ, ખંડણી ઉઘરાવવી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસે તેની સામે સખત એવા મકોકા કાયદા હેઠળ કાર્યવાહી શરૃ કરી હતી.

નવી મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આપેલ વિશિષ્ટ માહિતીને આધારે ગોવા પોલીસે રવિવારે મોડી રાત્રે ઉત્તર ગોવાના મેજેસ્ટીક પ્રાઇડ કેસીનો પાસે છટકું ગોઠવ્યું હતું. જેવો દેશમુખ કેસીનોમાં આવ્યો કે તરત જ પોલીસે તેની ઝડપી લેવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેણે ભાગી છૂટવાની કોશિષ કરી હતી. પોલીસે થોડે સુધી તેનો પીછો કર્યા બાદ અંતે તેને પકડી પાડયો હતો. તેની ધરપકડ બાદ તેની સામે આર્મ્સ એક્ટની કલમ ૩ અને ૨૫ હેઠળ દેશમુખ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

નવી મુંબઇમાં એરપોર્ટ આવતા અહીંની જમીનનો ભાવ આસમાનને આંબવા  માડયો હતો તેથી અહીં બિલ્ડરોએ વિકાસ માટે નજર દોડાવી હતી. આ વાતનો ફાયદો ઉઠાવી દેશમુખ અને તેની ગેન્ગે બિલ્ડરોને ધમકાવી ખંડણી પડાવવાની  શરૃઆત કરી હતી. બિલ્ડરો દેશમુખના ત્રાસથી ફફડી ઉઠયા હતા પણ તેની દહેશતને લીધે કોઇ ફરિયાદ કરવા આગળ આવતું નહોતું. તેની સામે મહારાષ્ટ્રમાં કુલ ૩૩ થી વધુ ગુના નોંધાયેલા  છે. તેની ધરપકડ બાદ નવી મુંબઇના પોલીસ કમિશ્નર બિપીન કુમાર સિંહે એક અપીલ કરી તેનાથી ડર્યા વગર સામે આવી ફરિયાદ કરવાનું આહવાન કર્યું હતું.


Tags :