સગીરા પર બળાત્કાર કેસમાં નવી મુંબઈનો યુવાન દોષમુક્ત
બંનેના સંબંધ પરસ્પર સંમતિથી હોવાનું નિરીક્ષણ
મુંબઈ:નવી મુંબઈના ૨૪ વર્ષના યુવાનને વિશેષ કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં દોષમુક્ત કર્યો છે. બંનેના સંબંધો પરસ્પર સંમતિથી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
વિશેષ કોર્ટે ૧૫ માર્ચે આદેશ આપ્યો હતો અને શનિવારે ઉપલબ્ધ થયો હતો. આરોપી સામે આરોપ હતો કે તેણે ૨૦૧૪માં સગીરાને ભગાડીને તુળજાપુર લઈ જઈને લગ્નની લાલચે બળાત્કાર કર્યો હતો. સગીરાની માતાની ફરિયાદ પરથી પોલીસે બંનેને શોધ્યા હતા.
જજે આદેશમાં જણાવ્યું હતું કે બંને એકબીજાની સંમતિથી સંબંધમાં હોવાનો આ કેસ જણાય છે. મેડિકલ ઓફિસરને સગીરાએ આપેલી માહિતી પરથી આ વાત પ્રદર્શિત થાય છે. સગીરા ૧૮ વર્ષથી ઓછી વયની નથી એવુ પુરવાર થયું નહોવાથી આરોપી સામ અપહરણનો આરોપ લાગુ થઈ શકે નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.
પરસ્પર સંમતિથી બંધાયેલો સંબધ હોવાના કેસમાં જો પીડિતા ૧૭ વર્ષની અને છ મહિનાની હોવાનું માનવામાં આવે તો પણ તને સમજશક્તિની વય છે અને તપુખ્ત થવાની તૈયારીમાં હતી અને આથી તેની સાથે થયેલું જાતીય સમાગમનું કૃત્ય બળાત્કાર ગણી શકાય નહીં, એવું નિરીક્ષણ કરીને આરોપીને મુક્ત કર્યો હતો.