Get The App

નરગિસ ફખરીને 46માં જન્મદિને પતિએ 10 કરોડની કાર ગિફટ કર્રીં

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
નરગિસ ફખરીને 46માં જન્મદિને પતિએ 10 કરોડની કાર ગિફટ કર્રીં 1 - image

સ્ટાઈલ ફોટોશૂટ  દ્વારા ચાહકો સાથે શેર કર્યું   

નરગિસ ફખરીનાં લગ્ન પછી પહેલા જ  જન્મદિવસે રોલ્સ રોયસ ક્યુલિનનની ભેટ

મુંબઈ -  એકટ્રેસ નરગિસ ફખરીને તેના જન્મદિવસે પતિ  ટોની બેગ દ્વારા ૧૦.૩ કરોડની રોલ્સ રોયસ ક્યુલિનન કારની ગિફ્ટ કરવામાં આવી છે. નરગિસે  બ્લૂ રંગની આ શાનદાર કાર સાથે ખાસ ફોટો શૂૂટ કરાવ્યું હતું અને તેના ફોટા પોસ્ટ કરી ચાહકો સાથે આ ગિફ્ટની વાત શેર કરી હતી. 

નરગિસ ફખરીનો જન્મદિવસ ગત ઓક્ટોબર માસમાં હતો.  તેના એક મહિના પછી નરગિસે ચાહકોને આ ગિફ્ટ વિશે જાણ કરી છે. 

નરગિસ અને ટોની બેગ બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં. તેમણે ગત  ફેબુ્રઆરી ૨૦૨૫માં જ એક નાનકડા સમારંભમા ગુપચુપ લગ્ન કરી લીધાં હતાં. અમેરિકામાં કેલિફોર્નિયામાં બેવર્લી હિલ્સ ખાતે યોજાયેલાં  તેમનાં લગ્નમાં  બહુ અંગત મિત્રો અને સ્વજનો જ હાજર રહ્યા હતા. આમ લગ્ન પછી આવેલા પહેલા જ જન્મદિવસે નરગિસને આ શાનદાર ગિફ્ટ મળી છે.