સંભાજી નગરના પ્રાણીસંગ્રહાલયથી 5 વર્ષ પહેલા લવાયેલો
8 દિવસ સુધી વાઘના મૃત્યુ અંગેની માહિતી વહીવટીતંત્રે છૂપાવવા બદલ શંકા અને પ્રશ્નોની જાડી વરસી
મુંબઈ - મુંબઈ મહાનગર પાલિકા સંચાલિત ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઈ ભોંસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલય (રાણીબાગ) ખાતે રોયલ બંગાળનો શક્તિ (૯ વર્ષ ૬ મહિના) નામના નર વાઘનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જો કે આ વાઘનું મૃત્યુ ૧૭ નવેમ્બરના રોજ બપોરે થયું હોવા છતાં અઠવાડિયા સુધી વહીવટીતંત્રે આ વાઘના અવસાન બાબતેની માહિતી કેમ છુપાવી રાખી એવા ગંભીર પ્રશ્નોની ઝડી વરસાવીને શંકાઓ વ્યક્ત કરાઈ છે. પરંતુ પાલિકાએ પ્રાથમિક માહિતી આપી કે વાઘને નિમોનિયા થયો હતો. તેનું શ્વસનતંત્ર ૯૦ ટકા બંધ થયું હતું. આ ઉપરાંત વાઘનું મૃત્યુ આંચકી આવવાના કારણે થયું હશે અથવા વાઘે માંસ ખાતા તેનામાં હાડકુ અટકી ગયું હોવાથી મૃત્યુ થયું હશે. પરંતુ રાણીબાગના વ્યવસ્થાપન દ્વારા દેખભાળમાં છિંડા હોવાનું વાઘનું મૃત્યુ થયું હોવાનો આરોપ મુકાય છે.
જો કે આ મામલે રાણીબાગના વ્યવસ્થાપન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે શક્તિ વાઘનું મૃત્યુ બપોરે ૧૨.૧૫ વાગ્યે મૃત્યુ થયું હતું. વાઘના મૃત્યુ બાબતે વિલંબ કેમ તેનું કારણ આપતાં વહીવટીતંત્રે જણાવ્યું મૃત્યુ અંગેની માહિતી સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી (સી.ઝેડ.એ.) અને મહારાષ્ટ્ર સ્ટેટ ઝૂ ઓથોરીટીને ૧૮ નવેમ્બરના રોજ ઈમેલ દ્વારા જાણકારી આપી હતી. અને વાઘના મૃત્યુ બાબત કોઈ સ્પષ્ટ તારણ નીકળ્યું ન હોવાથી જાણકારી આપી ન હતી.
પ્રાથમિક માહિતી મુજબ શક્તિના ફેંફસા ૯૦ ટકા ક્ષતિ ગ્રસ્ત હતા. મુંબઈ વેટેરનરી કોલેજ, પરેલના પેથોલોજી વિભાગે મૃત્યુનું પ્રાથમિક કારણ શ્વસન નિષ્ફળતામાં પરિણામતા પાયોગ્રાન્યુલોમેટસ ન્યુમોનિયા ગણાવ્યું છે. આ સિવાય આ વાઘના અવયવોની તપાસ માટે નાગપુરના ગોરવાડા વન્યજીવન સંશોધન અને તાલીમ કેન્દ્ર પાસે મોકલ્યા છે. ત્યાંથી અવયવોનો નમૂનાના અહેવાલની પ્રતિક્ષામાં છે. તે અહેવાલથી વાઘનું મૃત્યુ શા કારણે થયું તેના પરથી સ્પષ્ટ થશે.
પાલિકાના વ્યવસ્થાપન વિભાગે આપેલી માહિતી મુજબ પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં ૧૨ ફેબુ્રઆરી ૨૦૨૦માં છત્રપતિ સંભાજી નગરના સિદ્ધાર્થ પ્રાણી સંગ્રહાલયમાંથી રોયલ બંગાળના વાઘ શક્તિ અને કરિશમાના જોડીને લાવવામાં આવી હતી. ત્યારે શક્તિ વાઘ સાડા ત્રણ વર્ષનો હતો. રાણીબાગમાં શક્તિ અને કરિશ્મા વાઘને સાથે રાખ્યા હતા. તેઓ મુખ્ય આકર્ષણ બની ગયા હતા .આ વાઘ તંદુરસ્ત અને નિરોગી હતો એવો દાવો કરાય છે.
હાલમાં જય (૩ વર્ષ) અને વાઘણ કરિશમા (૧૧ વર્ષ) રાણીબાગમાં ઉપલબ્ધ છે. જો કે વાઘના મૃત્યુને લીધે પ્રાણી પ્રેમીઓને આંચકો લાગ્યો છે. આ વાઘના મૃત્યુની જીણવટભરી તપાસ કરીને સત્યતા બહાર લાવો અને દોષિત સામે કાર્યવાહી કરો એવી માંગણી કરાઈ છે. હવે વહીવટીતંત્ર શું પગલા લે છે તે તરફ બધાનું ધ્યાન કેન્દ્રીત છે.
મૃત જાહેર કરવામાં વિલંબ કેમ? દોષિત સામે ગુનો દાખલ કરવાની માંગ
રાણીબાગમાં શક્તિ વાઘનું મૃત્યુ માટે પ્રાણી પ્રેમી પ્રથમેશ જગતાપે આર.ટી.આઈ. હેઠળ માહિતી મેળવી હતી. ત્યારે વાઘનું મૃત્યુ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. વાઘનું મૃત્યુ ૧૭ નવેમ્બરના રોજ થયું હતું. આઠ દિવસ બાદ ૨૪ નવેમ્બરે માહિતી આપવામાં આવી હતી. આ મુદ્દા પર શિવસેના (યુ.બી.ટી.)ના ધારાસભ્ય અજય ચૌધરીએ તપાસકરીને દોષિત સામે ફોજદારી ગુનો દાખલ કરીને કાર્યવાહીની માંગણી કરી હતી.
રાણીબાગની સ્થાપના ૧૮૬૧માં થઈ હતી
પરતંત્ર ભારતમાં ૧૮૬૧માં બોટનિકલ ગાર્ડનના રૃપમાં રાણીબાગની રચના થઈ હતી અને ત્યાર પછી ડેવિડ સસૂને આપેલા દાનમાંથી પ્રાણીઘર ઊભું કરવામાં આવ્યું હતું. આ ઉદ્યાનને મહારાણી વિકટોરિયાનું નામ અપાયું હતું. દેશ આઝાદ થયા પછી હિન્દવી સ્વરાજના જનક છત્રપતિ શિવાજી મહારાજના માતાનું નામ પર વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન કરવામાં આવ્યું હતું. ૫૦ એકરમાં વિસ્તરેલા રાણીબાગમાં ડો.ભાુદાજી લાડ મ્યુઝિયમ આવેલું છે. બ્રિટિશ રાજ દરમિયાન અંગ્રેજ હાકેમોના પૂતળા મૂકવામાં આવ્યા હતા એ બધા જ આઝાદી પછી હટાવવામાં આવ્યાં હતાં. આમાં કાલાઘોડાના સ્ટેચ્યુનો પણ સમવાસે થાય છે. આ બધા પૂતળા રાણીબાગમાં એક ખૂણે ખડકતી દેવામાં આવ્યાં છે.


