મારા સ્વર્ગસ્થ પિતાને હવે શાંતિ મળી હશે: પીડિત સંજય લેલેનો પુત્ર
ઓપરેશન સિંદૂર બાદ પીડિતોના પરિવારો સંતુષ્ટ
સેનાની આ કાર્યવાહી, તેમના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ છે ઃ મૃતક અતુલમોનેની પત્ની
મુંબઇ - પહલગામ ટેરરિસ્ટ એટેકમાં પોતાના પિતા સંજય લેલે અને બે સંકલ ગુમાવનારા ડોમ્બિવલીના હર્ષલ લેલેએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ સંતોષની લાગણી વ્યક્ત કરી છે. આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા અતુલ મોનેની પત્નીએ સેનાની આ કાર્યવાહીને તેમના બલિદાનને સાચી શ્રદ્ધાજલિ હોવાનું જણાવ્યું હતું.
ભારતીય લશ્કર દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવેલા એરસ્ટ્રાઇકમાં નવ આતંકવાદી છાવણીઓનો નાશ કરવામાં આવ્યો છે અને આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારત દ્વારા શરૃ કરાયેલા અભિયાનને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે.
પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા ડોમ્બિવલીના સંજય લેલેના પરિવારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
'હુ સંતુષ્ટ છું, મારા સ્વર્ગસ્થ પિતાને હવે શાંતિ મળી હશે, એમ હર્ષલ લેલેએ કહ્યું હતું ગત બાવીસ એપ્રિલના હર્ષલે પોતાની નજર સમક્ષ આતંકવાદીને પોતાના પિતા સંજય લેલે તથા બે અંકલને ગોળી મારતા જોયા હતા.
મારા એક અંકલે આતંકવાદીઓને છોડી દેવા વિનંતી કરી, પણ તેમને ફાયરિંગ કરીને મારી નાખવામાં આવ્યા હતા. તેમના પર કોઇ દયા બતાવવામાં આવી નહીં, મારા પિતા અને બીજા અંકલને છોડી દેવામાં આવ્યા નહોતા એમ હર્ષલે જણાવ્યું હતું.
'ઓપરેશન સિંદૂર જે રીતે હાથ ધરવામાં આવ્યું તેનાથી હું ખુશ છું, આતંકવાદીઓ જ્યાંથી કામ કરતા હતા તે નવ સ્થળોએ હુમલા કરવામાં આવ્યો હતો. અમારી અપેક્ષા છે કે આવા વધુ ઓપરેશન હાથ ધરવામાં આવે. અને તેમને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવે એવું જણાવતા હર્ષલે એક હજારથી વધુ આતંકવાદીઓને મારી નાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
મારા પિતા પોતાના દેશ માટે મૃત્યુ પામ્યા હતા. પાંચ વર્ષ પહેલા સરકારે પુલવામાં હુમલાનો બદલો લીધો પછી મારા પિતાએ મને ગળે લગાવ્યો હતો જેનો અર્થ એ હતો કે તેમને ખરેખર દેશની ચિંતા હતી. મારી સરકારને વિનંતી છે કે તેઓ ભારત પર બીજા હુમલાની રાહ ન જુએ, આતંકવાદીઓને કાયમી પાઠ ભણાવવો જોઇએ અને આ મુદ્દાનો અંત લાવવો જોઇએ. આ ભારત પરનો છેલ્લો હુમલો હોવો જોઇએ. એમ હર્ષલે વધુમાં કહ્યું હતું.
પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા ૨૬ વ્યક્તિઓ સંજય લેલે અને તેમના બે સંબંધી અતુલ મોને અને હેમંત જોશીનો સમાવેશ હતો.
મૃતક અતુલ મોનેની પત્ની અનુષ્કા મોનેએ કહ્યું કે તેમને ખબર હતી કે તેમના નુકસાનની ભરપાઇ ન થઇ શકે બુધવારનો હુમલો મહત્વપૂર્ણ હતો જેમને આપણે ગુમાવ્યા છે તેઓ ક્યારેય પાછા નહીં આવે પરંતુ સેનાની આ કાર્યવાહી શક્તિશાળી પ્રતિક્રિયા છે, તેમના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ છે. આતંકવાદીઓએ ફક્ત વ્યક્તિઓ પર જ હુમલો કર્યો નહોતો. તેમણે ે ભારતના આત્મા પર પણ હુમલો કર્યોહતો, ભારતે તેમને તેમનું સ્થાન બતાવી દીધું છે.
મોનેએ વધુમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરનું રાજકારણ ન થવું જોઇએ. આ રાષ્ટ્રીય સુરક્ષા અને ગૌરવનો મામલો છે. ઓપરેશન સિંદૂર રાજકારણની ઉપર છે તે ન્યાય વિશે છે, ચૂંટણી વિશે નહીં.
આ ન્યાયની અમને આશા હતી, એક સંબંધી જયંત ભાવેએ જણાવ્યુ ંહતું પહલગામ હુમલા દરમિયાન ગળા પર ગોળી વાગતા ઘાયલ થયેલા નવી મુંબઇના રહેવાસી સુબોધ પાટીલ (ઉ.વ.૬૦)એ પણ હવાઇ હુમલાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
હું વધારે બોલી શકતો નથી, પણ હું એટલું કહીશ કે ભારતે બદલો લીધો તો સારું છે. આ આતંકવાદી હુમલામાં ગુમાવેલા નિર્દોષ જીવોને શ્રદ્ધાંજલિ છે, એમ પાટીલે કહ્યું હતું.