Get The App

મ્યુનિ. શિક્ષણ માટે 4248 કરોડનું બજેટઃ 292 કરોડનો વધારો

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ. શિક્ષણ માટે 4248 કરોડનું બજેટઃ 292 કરોડનો વધારો 1 - image

સાયન્સ પાર્ક, એસ્ટ્રો લેબ, સાયબર સાક્ષરતા માટે જોગવાઈ

19 હજાર બાળકોને ટેબ્સ અપાશેઃ પરાંની શાળાઓમાં સીસીટીવી કેમેરા લાગશે

મુંબઈ  -   મુંબઈ મહાનગરપાલિકામાં શિક્ષણ વિભાગનું અલગ બજેટ આજે સવારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેશ્રી શિરવાડકર સમક્ષ એડિશનલ કમિશનર અવિનાશ ઢાકણે દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ રૃ. ૪૨૪૮.૦૮ કરોડનું છે, જે વર્તમાન શૈક્ષણિક વર્ષની સરખામણીમાં લગભગ રૃ. ૨૯૨.૩૮ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.  શિક્ષણ વિભાગમાં મૂડી ખર્ચ પાછળ રૃ .૪૯૦ કરોડની જોગવાઈ કરી છે

રાષ્ટ્રીય વિદ્યાર્થી સેના 

શિક્ષણ માટેનાં બજેટમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી સેના રચવાની જોગવાઈ છે. ધો. આઠ -નવના વિદ્યાર્થીઓેને એનસીસી ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવાશે. 

 એસ્ટ્રો અને અંગ્રેજી લેબ  ૫૫  મ્યુનિસિપલ શાળાઓમાં પાયલોટ ધોરણે એસ્ટ્રો લેબ સ્થપાઈ  છે.  ૨૦૨૬-૨૭માં ૪૦ વધુ શાળાઓમાં એસ્ટ્રો લેબ સ્થપાશે. ં ધોરણ ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ૨૭૯ અંગ્રેજી ભાષા પ્રયોગશાળાઓ સ્થાપવા ૩.૮૭ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

બે શાળામાં સાયન્સ પાર્ક 

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે સ્કૂલ બિલ્ડીંગમાં પાયલોટ ધોરણે સાયન્સ પાર્ક સ્થપાશે. આ માટે પાંચ કરોડ ફાળવાયા છે. 

સાયબર સાક્ષરતા તાલીમ

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવસટી રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ધોરણ  આઠ અને નવના ૨૦,૦૦૦  વિદ્યાર્થીઓને સાયબર સાક્ષરતા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ વિદ્યાર્થીઓને ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી રાખવી તે સમજવામાં મદદ કરશે. ઉપરાંત, વિદ્યાર્થીઓને ટેકનિકલ કૌશલ્યનું જ્ઞાાન મળશે.  આ માટે ૧૧.૮૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત  વિદ્યાર્થીઓમાં પોક્સો કાયદા બાબતે જાગૃતિ માટે અભય નાટક દર્શાવાયુું હતું. નવાં વર્ષમાં પણ તે પહેલ ચાલુ રખાશે. આ ઉપરાંત, ડ્રગ્સ અને વ્યસનના ખરાબ પ્રભાવો વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક ખાસ માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવશે. ૧૯,૩૧૭ બાળકો માટે ટેબ્સ

ં આધુનિક   પદ્ધતિથી શિક્ષણ મેળવવા માટે, વર્ષ ૨૦૨૫ ૨૬ માં ધોરણ નવના વિદ્યાર્થીઓને ૧૯,૩૧૭ ટેબ્સ પૂરા પાડવા બજેટમાં લગભગ ૨૨ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

સીસીટીવી કેમેરા

બી એમ સીના. શહેર વિભાગમાં શાળાની ઇમારતોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ૨૦૨૫-૨૬ માં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપનગરીય વિભાગમાં શાળાની ઇમારતોમાં સીસીટીવી કેમેરા લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે રૃ. ૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

 ડેસ્ક અને ખુરશીઓ  માટે ૩૫ કરોડ

બી.એમ સી નર્સરીથી ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે ૨૪,૧૭૦  ડેસ્ક અને ૨૯૧૭૮  ખુરશીઓ ફાળવવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭માં નર્સરીથી ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે ૨૮,૪૭૦ ડેસ્ક અને ૪૪,૯૩૮ ખુરશીઓ ખરીદવા માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને આ માટે ૩૫ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

શિક્ષકો માટે તાલીમ

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં શિક્ષકો માટે ૨૦૨૬-૨૭ માં  નવી શિક્ષણ નીતિ સંદર્ભમાં એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે 

દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉપચાર

ખાસ દિવ્યાંગ  શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે વિવિધ પ્રકારની ઉપચાર પદ્ધતિઓ પૂરી પાડે છે. આ ઉપચાર સામગ્રી  માટે રૃ. ૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

ટીમ સ્પોર્ટ્સ 

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ટીમ સ્પોર્ટ્સમાં રસ જગાડવા અને તેમને ટીમ સ્પોર્ટ્સ માટે પ્રેરણા આપવા, રમતગમતનો અભ્યાસ કરવા અને શારીરિક તંદુરસ્તી સુધારવા માટે, શાળાના મકાન પરિસરમાં બાસ્કેટબોલ હાફ કોર્ટ, ફુલ કોર્ટ, ટેબલ ટેનિસ, પિન બોલ અને ક્રિકેટ નેટ પીચ વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.