મુંબઇના ડબાવાળાના ચાર્જમાં મહિને 200 રુપિયાનો વધારો
વધતી જતી મોંઘવારીને કારણે નિર્ણય
પાંચ હજારથી વધુ જબાવાળા રોજ બે લાખથી વધુ લોકોને ઘરનું ખાણું પહોંચાડે છ
મુંબઇ - નોકરી- ધંધે જતા લોકોને બપોરનું ઘરનું ખાણું પહોંચાડવા માટે પંકાયેલા અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા થયેલા મુંબઇના ડબાવાળાએ માસિક દરમાં ૨૦૦ રૃપિયાનો વધારો કરી દીધો છે. વધતી મોંઘવારી, વધતા ભાડાં અને પ્રવાસમાં જોખમ વગેરે કારણો આગળ ધરી ડબાવાળાએ ચાર્જ વધાર્યો છે.
મુંબઇ ટિફિન બોક્સ સપ્લાયર્સ એસોસિયેશનના અધ્યક્ષ ઉલ્હાસ મુકેએ આ માહિતી આપતા જણાવ્યું હતું, કે મુંબઇના ડબાવાળા બપોરે લંચ ટાઇમ વખતે એકદમ સમયસર ડબા પહોંચાડે છે. છેલ્લાં અનેક દાયકાઓથી અવિરત સેવા આપીને તેમણે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. ઘરેથી ડબો લઇને ઓફિસ કે દુકાને પહોંચાડવાનું અંતર પાંચ કિલોમીટર હોય તો જૂના દર પ્રમાણે ૧૨૦૦ રૃપિયા લેવામાં આવતા હતા. આનાથી વધુ અંતર માટે ૩૦૦થી ૪૦૦ રૃપિયા વધુ ચૂકવવા પડતા હતા. હવે સુધારિત દર મુજબ ૨૦૦ રૃપિયા વધારવામાં આવ્યા છે.
મુંબઇમાં દરરોજ બે લાખથી વધુ લોકોને આ ડબાવાળા ઘરનું ભોજન પહોંચાડે છે. ટિફિન પહોંચતા કરવાના કામમાં પાંચ હજારથી વધુ ડબાવપાળા જોડાયેલા છે. એવું જાણવા મળ્યું છે કે ૧૮૯૦માં મહાદુ હાવજી બરોએ આ ડબા- સર્વિસની શરૃઆત કરી હ તી. એ વખતે માત્ર ૧૦૦ જણને ટિફિન પહોંચાડવામાં આવતા હતા. ૧૩૦ વર્ષ જૂની આ ટિફિનસેવાને લખતું પ્રકરણ કેરળમાં ૯માં ધોરણના પાઠયપુસ્તકમાં સામેલ કરવામાં આવ્યું છે.