Get The App

કાલે મુંબઈ યુનિ.નો પદવીદાન સમારોહઃ 5 સ્નાતકોને પીએચડી ડિગ્રી એનાયત થશે,

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
કાલે મુંબઈ યુનિ.નો પદવીદાન સમારોહઃ 5 સ્નાતકોને પીએચડી ડિગ્રી એનાયત થશે, 1 - image

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાાનિક સલાહકાર મુખ્ય અતિથિ બનશે

આ વર્ષે પણ ૨૧માંથી બહુમતી ૧૨ મેડલો મેળવી  વિદ્યાર્થિનીઓ મોખરે ૬૦૨ોણા બે લાખ સ્નાતકો ડિગ્રી મેળવશે

મુંબઇ - મુંબઈ યુનિવર્સિટીનો વાર્ષિક દિક્ષાન્ત સમારોહ ૧૭ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યે ફોર્ટ કેમ્પસના સર કાવસજી જહાઁગીર દિક્ષાન્ત સભાગૃહમાં યોજાયો છે. આ સમારોહમાં ૧.૭૨ લાખ સ્નાતકોને ડિગ્રી તેમજ ૬૦૨ સ્નાતકોને પીએચડી ડિગ્રી અને ૨૧ મેડલ્સ અપાશે. આ સમારંભમાં ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાાનિક સલાહકાર પ્રા. અજય કુમાર સુદ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. 

આ વર્ષના દિક્ષાન્ત સમારોહમાં ડિગ્રી અને માસ્ટર્સની મળી વિવિધ શાખાના કુલ ૧,૭૨,૫૨૨ સ્નાતકોને ડિગ્રી આપવામાં આવશે. તેમાં ૮૪,૩૧૮ વિદ્યાર્થીઓ અને ૮૮,૨૦૨  વિદ્યાર્થિનીઓનો સમાવેશ  થાય છે.બે સ્નાતક અન્ય કેટેગરીમાંથી છે.  ડિગ્રી કોર્સ માટે ૧,૪૯,૯૮૨ વિદ્યાર્થીઓને તો માસ્ટર કોર્સ માટે ૨૨,૫૪૦ વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે. અંડરગ્રેજ્યુએટ કોર્સમાં ૭૪,૭૨૯ વિદ્યાર્થી અને ૭૫,૨૫૨ વિદ્યાર્થિનીનો સમાવેશ છે. જ્યારે પોસ્ટગ્રેજ્યુએટમાં ૯,૫૮૯  વિદ્યાર્થી અને ૧૨,૯૫૦ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. એક વિદ્યાર્થી એ અન્ય કેટેગરીમાંથી છે.

આ વર્ષના દિક્ષાન્ત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ૬૦૨ સ્નાતકોને વિદ્યાવાચસ્પતિ (પીએચડી)ની ડિગ્રી આપવામાં આવશે. તેમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી માટે ૨૬૯, કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં ૧૪૫, હ્યુમિનીટીઝમાં ૧૦૯ અને ઈન્ટરડિસીપ્લિનરી કોર્સ માટે કોર્સમાં ૭૯ જેટલી ડિગ્રી અપાશે. યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓમાં ઉત્તમ દેખાવ કરેલાં ૧૯ વિદ્યાર્થીઓને ૨૧ મેડલ માન્યવરોને હસ્તે પ્રદાન કરાશે. તેમાં ૧૨  વિદ્યાર્થિનીઓ અને સાત વિદ્યાર્થીઓનો સમાવેશ છે. તે સાથે જ બે સ્પર્ધાના ઈનામો પણ આ દરમ્યાન આપવામાં આવશે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુનિવર્સિટીની યુટયુબ ચેનલ તથા અન્ય  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી થશે. 

આ દિક્ષાન્ત સમારોહ બાદ વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને તેમના ડિગ્રી સર્ટીફિકેટ ડિજીલોકરમાં ઉપલબ્ધ કરી આપવાની પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા ચાલી રહી છે. તેમજ જે વિદ્યાર્થીઓના એબીસી આઈડી તૈયાર છે, તેમની માર્કશીટ અને ક્રેડિટ્સની વિગત પણ ડિજીલોકર પર ઉપલબ્ધ કરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.