Get The App

મુંબઇ યુનિ.ના ગ્રેજ્યુએશન સર્ટિફિકેટમાં 'મુંબઇ'નો સ્પેલિંગ ખોટો

Updated: Mar 1st, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇ યુનિ.ના ગ્રેજ્યુએશન સર્ટિફિકેટમાં 'મુંબઇ'નો સ્પેલિંગ ખોટો 1 - image

વિદ્યાપીઠના ૧૬૭ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભૂલ

૨૦૨૩-૨૪માં ૧.૬૪ લાખ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા હતા જેમાંથી કેટલાના પ્રમાણપત્રમાં ખોટો સ્પેલિંગ હશે ?

મુંબઇ  -  ઉજ્જવળ ઇતિહાસ ધરાવતી મુંબઇ યુનિવર્સિટી તરફથી તાજેતરમાં જ એનાયત કરવામાં આવેલા સર્ટિફિકેટમાં મુંબઇનો અંગ્રેજી સ્પેલિંગ ખોટો લખવામાં આવતા યુનિવર્સિટી માટે નીચાજોણું થયું છે. મુંબઇનો  સાચો સ્પેલિંગ એમયુએમબીએઆઇ છે, જ્યારે સર્ટિફિકેટમાં એમયુએમએબીએઆઇ છપાયું છે.

૨૦૨૩-૨૪માં ૧.૬૫ લાખ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા હતા. જોકે આમાંથી કેટલાં વિદ્યાર્થીઓના સર્ટિફિકેટમાં સ્પેલિંગમાં ભૂલ છે એ હજી સ્પષ્ટ નથી થયું.

સર્ટિફિકેટની ઉપર અગ્રેજીમાં મોટા અક્ષરે લખેલું હોય છે. યુનિવર્સિટી ઓફ મુંબઇ આમાં મુંબઇનો જ સ્પેલિંગ ભૂલનારેલો છપાતા યુનિવર્સિટી કફોડી સ્થિતિમાં મુકાઇ ગઇ છે. જે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટમાં ભૂલ થઇ છે તેમને કોઇ પણ ચાર્જ લીધા વિના નવું સર્ટિફિકેટ આપવામાં આવશે.

૧૬૭  વર્ષના ઇતિહાસમાં આવી ભૂલ નથી થઇ 

મુંબઇ યુનિવર્સિટીની સ્થાપના ૧૬૭ વર્ષ પહેલાં થઇ ત્યારથી અત્યાર સુધીમાં સ્નાતક પ્રમાણપત્રમાં મુંબઇ નામના સ્પેલિંગમા આવી ભૂલ નથી થઇ. પહેલી જ વાર આ રીતે ખોટો સ્પેલિંગ લખાયો છે. ૧૮૫૭માં બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના થઇ હતી. ૧૯૯૬માં યુનિવર્સિટી ઓફ બોમ્બેનું નામ બદલીને યુનિવર્સિટી ઓફ મુંબઇ કરવામાં આવ્યું હતું.