Get The App

કલકત્તા બાદ હવે મુંબઇમાં પણ ડૉક્ટરો પર થયો હુમલો

- નાયર હૉસ્પિટલમાં સારવાર દરમિયાન પેશન્ટનું મરણ થયું

- મરનારનાં સગાંસંબંધીઓએ ધમાલ મચાવી

Updated: Jul 15th, 2019

GS TEAM

Google News
Google News
કલકત્તા બાદ હવે મુંબઇમાં પણ ડૉક્ટરો પર થયો હુમલો 1 - image

મુંબઇ, તા.15 જુલાઇ 2019, સોમવાર

મુંબઇની નાયર હૉસ્પિટલમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં એનાં સગાંસંબંધીઓએ ધમાલ મચાવી દીધી હતી.  છેલ્લા થોડા સમયથી દેશની વિવિધ હૉસ્પિટલોમાં આવી ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે જ્યારે સારવાર દરમિયાન દર્દી મરણ પામતાં એના સગાંસંબંધીઓ ધમાલ મચાવી દે.

રાજકિશોર દીક્ષિત નામના દર્દીની સારવાર દરમિયાન એ મરણ પામતાં એના કુટુંબીજનોએ રવિવારે સાંજે હૉસ્પિટલમાં ફરજ પર રહેલા રેસિડ઼ેન્ટ ડૉક્ટરો પર હુમલો કર્યો હતો અને હૉસ્પિટલની સંપત્તિની તોડફોડ કરી હતી. 

મુંબઇ પોલીસે કહ્યું હતું કે દર્દી મરણ પામ્યો હોવાનું ડૉક્ટરોએ જાહેર કરતાંજ એના પંદર સત્તર સગાંએ હૉસ્પિટલમાં તોડફો઼ડ શરૂ કરી હતી અને ડૉક્ટરો પર હુમલો કર્યો હતો. પોલીસે  હુમલાખોરો સામે કેસ નોંધ્યો હતો. 

તાજેતરમાં કોલકાતામાં આવી ઘટના બનતાં દેશભરના ડૉક્ટરો હડતાળ પર ઊતર્યા હતા. ત્યારબાદ માંડ માંડ મામલો થાળે પડ્યો ત્યાં દિલ્હીમાં ડૉક્ટરો પર હુમલાની ઘટના બની હતી અને હવે મુંબઇમાં નાયર હૉસ્પિટલમાં આવી ઘટના બની હતી.