Get The App

લોન એપ્સ સામે જાગૃતિ માટે મુંબઈ પોલીસનું પોસ્ટર અભિયાન

Updated: May 30th, 2022

GS TEAM

Google News
Google News
લોન એપ્સ સામે જાગૃતિ માટે મુંબઈ પોલીસનું પોસ્ટર અભિયાન 1 - image


પોલીસ જવાનોને પણ સાયબર ક્રાઈમની તાલીમ

પોલીસ જવાનો વિવિધ જગ્યાએ લોકોને રુબરુ પણ જાણકારી આપી રહ્યા છે 

મુંબઈ :  મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે સાયબર ઠગો અને લોન આપતી એપથી લોકો છેતરાય નહિ તેના માટે શહેરના મુખ્ય સ્થળોએ જાગૃતિ માટે લાવતા પોસ્ટરો લગાડયા છે. પોલીસો હાઉસિંગ સોસાયટીઓમાં, રેલવે સ્ટેશનો નજીક, શોપિંગ મોલ, બસ-સ્ટોપ તેમજ અન્ય ભીડવાળી જગ્યાઓએ પણ લોકોને આ બાબતે જાણકારી આપી રહ્યા છે.

ભીડવાળા સ્થળોએ બોગસ લોન એપ્સ વિશે સંદેશ અને સ્લોગન આપતા ૨૨૦ ડિજિટલ  ફ્લેક્સ પણ બેસાડયા છે

લોન એપ્સ અને તેમના ગુંડાઓ દ્વારા લોન લેનારના ફોન હેક કરીને ડાટાના ગેરઉપયોગથી તેમની સતામણીના વધતા કિસ્સા રોકવા આ સમગ્ર યોજના જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) સુહાસ વર્કેની તેમજ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ ઘડી કાઢી છે.

સેંકડો પોલીસ ઓફિસરોને સાયબર સુરક્ષા વિશે તેમજ જટિલ સાયબર કેસો કેવી રીતે ઉકેલવા તેના વિશે તાલીમ આપવામાં આવી રહી છે.

દરમિયાન, લોન એપ પ્રકરણમાં કુરારમાં રહેતા સંદીપ કોરેગાવકર નામના એક યુવાને આત્મહત્યા કરી છે. કોરેગાવકરે લોપ એપ દ્વારા રૃા. ૫ હજારની લોન લીધી હતી. પણ લોન એપ દ્વારા સંદીપના સંબંધિતો અને મિત્રોને વોટ્સએપ અને ફોટો મોકલીને બદનામી કરવામાં આવતા આ યુવાને ત્રાસીને આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસના સાયબર વિભાગે આ પ્રકરણે રાજસ્થાનમાંથી ૨૨ વર્ષના રાજુ ભંવરલાલ ખડાવની અટક કરી છે. સાયબર પોલીસે આરોપી પાસેથી સિમકાર્ડ સહિત ૫ મોબાઈલ જપ્ત કર્યા છે. આ મોબાઈલનો ઉપયોગ મૃતકને ત્રાસ 

આપવા માટે કરાતો હતો. પોલીસે મૃતકના વોટ્સએપ કોલની માહિતી ચકાસીને રાજુની રાજસ્થાનમાં જોધપુર જિલ્લાના ભોપાળગડ  ખાતેથી અટક કરી છે.


Tags :