મુંબઇમાં પોલીસે 1 મહિના માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો
મુંબઇ - મુંબઇ પોલીસે કોઇપણ અફવાઓ ન ફેલાય તે માટે શહેરભરમાં સાવચેતી માટે જરૃરી આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ મુંબઇમાં ૧૧ મેથી ૯ જૂન સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.
આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. જોકે બંને દેશોએ શનિવારે સાંજે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી.
ફટાકડાનો મોટો અવાજ લોકોને ગેરમાર્ગે દોરી શકે છે આવી સ્થિતિમાં લોકોમાં ભય અથવા તણાવ ફેલાવવાની સંભાવના છે જે કાયદા અને વ્યવસ્થાને અસર કરી શકે છે.
મુંબઇ પોલીસે નાગરિકોને આ નિર્દેશનું પાલન કરવા અને કોઇપણ અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ એક રક્ષણાત્મક પગલું છે અને તેનો ઉદ્દેશ શહેરમાં શાંતિ જાળવવાનો છે. આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ પગલું ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં જરૃરી હતીં. જ્યાં ભીડમાં અફવાઓ ઝડપથી ફેલાતી હોય છે.