Get The App

મુંબઈ પોલીસે ત્રણ મહિનામાં 367 વોન્ટેડ આરોપીઓ પકડયા

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈ પોલીસે ત્રણ મહિનામાં 367  વોન્ટેડ આરોપીઓ પકડયા 1 - image

પેન્ડિંગ કેસોને ઉકેલવા  માટેની ઝુંબેશ 

18  આરોપીઓ 20 વર્ષથી ફરાર હતા    

મુંબઈ -  મુંબઈ પોલીસે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન હાથ ધરાયેલી વિશેષ  ઝુંબેશ દરમિયાન વિવિધ ગુનાહિત કેસોમાં વોન્ટેડ ૩૬૭ વ્યક્તિઓની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

અધિકારીએ કહ્યું  હતું કે ધરપકડ કરાયેલા લોકોમાં ૧૮ આરોપીઓ ૨૦ વર્ષથી વધુ સમયથી ફરાર હતા.જ્યારે ૩૦૨ આરોપીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષથી ફરાર હતા.     પોલીસ કમિશનર દેવેન ભારતીના નિર્દેશન હેઠળ આ કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ઘણા આરોપીઓ નકલી ઓળખનો ઉપયોગ કરીને અન્ય રાજ્યોમાં રહેતા હતા.

 આઝાદ મેદાન પોલીસ સ્ટેશને ૧૯૮૭થી ફરાર એક આરોપીને શોધી કાઢયો હતો.જ્યારે એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશને ૧૯૮૮ના એક કેસમાં એક વ્યક્તિને ઝડપી લીધો  હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને મહારાષ્ટ્રની બહાર ખોટા નામો હેઠળ રહેતા હતા. આ ઝુંબેશમાં અનેક  પોલીસ સ્ટેશનો વચ્ચે સંકલન, ક્રાઇમ મેપિંગ સાધનોનો ઉપયોગ અને અન્ય નેટવર્ક્સનો સમાવેશ થતો હતો. અધિકારીએ ઉમેર્યું કે, પેન્ડિંગ કેસોને ઉકેલવા  માટે સમયાંતરે આવી ઝુંબેશ હાથ ધરવામાં આવશે.