Get The App

દિલ્હી વિસ્ફોટ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા 3ની અટકાયત

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News


મહારાષ્ટ્રના ધનાઢય પરિવારોના નબીરાઓની સંડાવણી

સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા અન્ય આરોપીઓના સંપર્કમાં હોવાની શંકા

મુંબઈ -  દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ સાથે સંકળાયેલા હોવાની શંકાથી મુંબઇ પોલીસે ત્રણ વ્યક્તિની અટકાયત કરી છે. એક  ટીમ દ્વારા ગુપ્ત ઓપરેશન દરમિયાન વિવિધ  સ્થળેથી આ ત્રિપુટીને પકડવામાં આવી  હતી. તેમની પૂછપરછ કર્યા પછી વધુ તપાસ માટે દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા બ્લાસ્ટના આરોપીઓના સંપર્કમાં હોવાનું કહેવાય છે.

પોલીસે  જણાવ્યું હતું કે દિલ્હી વિસ્ફોટના આતંકવાદી મોડયુલના બે મુખ્ય આરોપી ડૉ. ઉમર મોહમ્મદ અને ડૉ. મુઝમ્મિલના જેમ આ ત્રણ જણ પણ શ્રીમંત પરિવારોમાંના છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આવી જ તપાસ ચાલી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસમાં ગુપ્ત વાતચીત અને શસ્ત્રોના   સપ્લાયના પુરાવા મળી આવ્યા હતા. જે ૧૦ નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ડૉ. ઉમર સામે જોડાયેલા એક અત્યંત સંગઠિત આતંકવાદી નેટવર્ક તરફ ઇશારો કરે છે. આ બ્લાસ્ટમાં ૧૩ લોકો માર્યા ગયા અને ડઝનથી વધુ ઘાયલ થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરે અંદાજે ત્રણ મહિના પહેલા સિગ્નલ એપ પર એક અન્ક્રિપ્ટેડ ગુ્રપ બનાવ્યું હતું. સિક્યુરિટી એજન્સીની દેખરેખથી બચવા ખાસ અક્ષરો અને ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ગુ્રપમાં તેણે મુઝમ્મિલ, આદિલ રાયર, મુઝફફર રાથરમૌલવી  ઇરફાન અહમદ  વગેરેનેે સામેલ કર્યાહતા. આ ચેનલ આંતરિક  સંકલન માટે મુખ્ય માધ્યમ હતું.

ડૉ. શાહીન શાહિદની કારમાંથી એક એસોલ્ટ રાઇફલ અને પિસ્તોલ મળી આવ્યા હતા. તપાસમાં મોટો વળાંક આવ્યો હતો. આ શસ્ત્રો ઉમરે ૨૦૨૪માં ઇરફાનને આપ્યા હોવાનું તપાસ અધિકારીઓનું માનવું છે.

શાહીને અગાઉ  મુઝમ્મિલ સાથે ઇરફાનના રૃમમાં આ શસ્ત્રો જોયા હતા. આ મોડયુલની સંચાલન માટે શાહીને મોટાભાગનું ભંડોળ પૂરૃ પાડયું હોવાની શંકા છે.

અત્યાર સુધીની  તપાસમાં માલૂમ પડયું છે કે મોડયુલમાં જવાબદારીઓની વ્યવસ્થિત રીતે વિભાજન કરવામાં આવ્યું હતું.

ત્રણ ડૉકટર ઉપર, મુઝમ્મિલ, શાહીન મુખ્યત્વે નાણાકીય સહાય સંભાળતા હતા. જેમાં  મુઝમ્મિલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇરફાન કાશ્મીરી યુવાનોની ભરતીનું કામ સંભાળતો હતો તેણે  ઝડપાયેલા  આરિફ નિસાર ડાર ઉર્ફે સાહિલ અને યાસીર ઉલ અશરફને પણ નેટવર્કમાં ભરતી કર્યા હોવાનું કહેવાય છે.

તપાસ કર્તાઓએ શસ્ત્રો ખસેડવાના  અને કિસ્સાઓ પણ નોંધ્યા છે. ઓકટોબર ૨૦૨૩માં આદિલ અને ઉમર એક મસ્જિદમાં ઇરફાનને મળ્યા હતા. તેઓ એક બેગમાં રાઇફલ છુપાવી હતી. બાદમાં તેની બેરલ સાફ કર્યા પછી ત્યાંથી પાછા ફર્યા હતા. નવેમ્બરમાં આદિલ ફરીથી ઇરફાનના ઘરે રાઇફલ લઇને ગયો હતો. તે દિવસે મુઝમ્મિલ અને શાહીન ત્યાં પહોંચ્યા હતા. શસ્ત્રને ઇરફાન પાસે રાખવામાં આવ્યું હતું અને આદિલ બીજા દિવસે તેને લેવા પાછો આવ્યો હતો એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ નેટવર્ક ફરીદાબાદ આતંકવાદી મોડયુલ સાથે જોડાયેલું હોવાનું જાણવા મળ્યું છે. જેનો પર્દાફાશ ૯ નવેમ્બરના  થયો હતો. પોલેસે  અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડૉકટર મુઝમ્મિલના ભાડાના રૃમમાંથી ૨,૯૦૦ કિલો વિસ્ફોટકો અને દારૃગોળો જપ્ત કર્યો હતો. ૧૦ નવેમ્બરના લાલકિલ્લા પાસે કારમાં વિસ્ફોટ થયો હતો તે અલ ફલાહ યુનિવર્સિટી સાથે અન્ય એક ડૉકટર ઉમર દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આ ઘટના બાદ ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા  તપાસ શરૃ કરાઇ હતી.

Tags :