Get The App

મુંબઈમાં આજથી મોનોરેલ સેવા હંગામી રૂપે બંધ; બસ પણ સમયસર ન આવતી હોવાથી મુસાફરો પરેશાન

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈમાં આજથી મોનોરેલ સેવા હંગામી રૂપે બંધ; બસ પણ સમયસર ન આવતી હોવાથી મુસાફરો પરેશાન 1 - image
Image Source: IANS 

Monorail services temporarily suspended: મહારાષ્ટ્રના મુંબઈમાં મોનોરેલની સેવા શનિવાર(20 સપ્ટેમ્બર)થી હંગામી રૂપે બંધ કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (MMRDA) ટેક્નિકલ સમસ્યાઓ અને પ્રવાસીઓની સુરક્ષા અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સુધારાની જરૂરિયાતોને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયને કારણે પ્રવાસીઓ નારાજ છે, કારણકે હવે તેમને બસમાં પ્રવાસ કરવો પડશે.

દાદરના વિઠ્ઠલ મંદિરે મોનો રેલવે સ્ટેશન પર પ્રવાસીઓએ તેમની હેરાનગતિ વિશે વાત કરી હતી. એક યાત્રીએ કહ્યું, 'મોનોરેલ બંધ થવાને કારણે અમારી મુશ્કેલીઓ વધી ગઈ છે. મોનોરેલથી અમારો પ્રવાસ સરળતાથી થતો અને અમે જલદી પહોંચી જતાં હતા, હવે અમારે બસોનો આધાર રાખવો પડે છે, જે અમને સમયસર મળતી પણ નથી. મોનોરેલ બંધ થવાને કારણે બસથી પ્રવાસ કરવો પડી રહ્યો છે, પણ હવે બસ પણ સમયસર નથી મળી રહી. મોનોરેલમાં જલદી કામ પર આવતા હતા.'

MMRDAના અનુસાર, મોનોરેલમાં વારંવાર આવનારી ટેક્નિકલ ખામીને કારણે પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા સેવાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે મોટા પ્રમાણમાં જાળવણી અને સુધારણા કાર્ય શરૂ કરવાની યોજના બનાવી છે. જણાવી દઈએકે છેલ્લા અમુક અઠવાડિયામાં ટેક્નિકલ ખામીને કારણે મેટ્રો સેવા બંધ પડી ગઈ હતી.  

રિપોર્ટ અનુસાર, મુંબઈ મોનોરેલમાં પહેલીવાર સ્વદેશી રૂપે હૈદરાબાદમાં વિકસિત સીબીટીએસ સિગ્નલિંગ સિસ્ટમ લગાવામાં અવી છે. 5 ઇલોકટ્રોનિક ઇન્ટરકોલિંગ 32 સ્થાનો પર લગાવવામાં આવ્યું છે, જેનું પરીક્ષણ ચાલુ છે. 260 વાઇ-ફાઇ એક્સેસ પોઈન્ટ, 500 RFID ટેગ, 90 ટ્રેન ડિટેક્શન સિસ્ટમ અને ઘણા WATC યુનિટ પહેલાથી જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. વેસાઇડ સિગ્નલિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે સંકલિત પરીક્ષણ ચાલી રહ્યું છે.

Tags :