ગંગોત્રી હેલિકોપ્ટર ક્રેશમાં મુંબઈએ બે પર્યાવરણવાદી મહિલા ગુમાવી
ગયા વર્ષે ખરાબ હવામાનને લીધે યાત્રા રદ કરી હતી
40 વર્ષથી મુલુન્ડમાં ફિઝિયોથેરાપિસ્ટ ડો. કલા સોનીએ પીઓપી પ્રતિમાઓ મુદ્દે એક્ટિવ હતાં
મુંબઈ - ચારધામ યાત્રા વખતે ગઈ કાલે ગંગોત્રીમાં હેલિકોપ્ટર તૂટી પડતા છ જણે જીવ ગુમાવ્યો એમાં પાંચ મહિલા યાત્રીઓનો સમાવેશ થતો હતો. અકસ્માતનો ભોગ બનેલી ત્રણ બહેનપણીઓ મુંબઈના પવઈમાં રહેતી અને પર્યાવરણની જાળવણી અને સમાજસેવાના ક્ષેત્રમાં સક્રિય યોગદાન આપતી હતી. કાયમ સાથે જ પ્રવાસ કરતી આ બહેનપણીઓએ અંતિમયાત્રા પણ સાથે જ કરી.
હેલિકોપ્ટર અકસ્માતમ ાં માર્યા ગયેલા પવઈવાસીમાં ડો. કલા સોની (ઉં. વ. ૬૧), વિજ્યા રેડ્ડી (ઉં. વ. ૫૭), રૃચી અગરવાલ (ઉં. વ. ૫૬) અને દહેરાદૂનમાં રહેતા તેમના ૭૯ વર્ષીય માતા રાધા અગરવાલનો સમાવેશ થાય છે. ડો. કલા સોની ફિઝિયોથેરાપીસ્ટ તરીકે ૪૦ વર્ષથી મુલુન્ડમાં પ્રેક્ટિસ કરતા હતા.
ડો. કલા સોની અને વિજ્યા રેડ્ડી યંગ એન્વાયર્ન્મેન્ટાલિસ્ટ પ્રોગ્રામ આ સંસ્થાના સ્થાપક સભ્ય હતા. પ્રયાવરણ વિષયમાં જાગૃતિ ફેલાવવા માટે હંમેશાં કાર્યરત રહેતા હતા. ઇકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિઓ ઘડવા માટેની કાર્યશાળાના આયોજન, વૃક્ષારોપણ અને પ્રદૂષણ સામે અવાજ ઉઠાવવામાં મોખરે રહેતા હતા. કોરોનાકાળમાં લોકોને સતત યોગાસનની તાલીમ આપતા હતા.
ડો. કલા સોની અને વિજ્યા રેડ્ડીએ ગયા વર્ષે ચારધામ યાત્રાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે યાત્રા માંડીવાળવી પડી હતી. જ્યારે આ વર્ષે ચારધામની યાત્રા તેમને માટે અંતિમયાત્રા બની ગઈ હતી. રૃચી અગરવાલ સોશ્યલ વર્કર તરીકે સક્રિય હતાં.
પવઈના િ હરાનંદાની ગાર્ડનવાસી આ ત્રણેય મહિલાઓના મૃત્યુને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની છાયા ફરી વળી હતી.