મુંબઇમાં મોડેલની હત્યા બાદ લાશ સુટકેસમાં ભરીને ફેંકી દીધી
મુંબઇ, તા. 16 ઓક્ટોબર 2018, મંગળવાર
મુંબઇમાં 20 વર્ષની એક મોડેલની હત્યા કરીને તેના મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકી દેવામાં આવ્યો હોવાનો સનસનીખેજ બનાવ પ્રકાશમાં આવ્યો છે.
માનસી દિક્ષિત નામની 20 વર્ષની મોડેલની લાશ મુંબઇ પોલીસને મડાલ વિસ્તારમાં બીનવારસી સુટકેસમાંથી મળી હતી.પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે સોશ્યલ મીડિયા થકી મોડેલ સાથે દોસ્તી કરનાર મુઝમ્મિલ સૈયદ નામના યુવાને તેને ઘરે બોલાવી હતી અને પછી તેની હત્યા કરી નાંખી હતી.
કોઈ વાત પર થયેલી બોલાચાલીમાં સૈયદે માનસીની હત્યા કર્યા બાદ લાશ સુટકેસમાં ભરી હતી અને એક ટેક્સી ભાડે કરી સુટકેસ સાથે ઘરમાંથી નીકળ્યો હતો.
ટેક્સી ચાલકને તેણે એરપોર્ટ પર જવાનુ કહ્યુ હતુ. જોકે તે સુટકેસ સાથે રસ્તામાં ઉતરી ગયો હતો.એ પછી સુટકેસ ફેંકીને તેણે ઓટો રીક્ષા પકડી હતી.
જોકે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢીને યુવાનની ધરપકડ કરી છે.