Get The App

કોરોના લડતમાં સહાય માટે સચિને આપ્યા 50 લાખ તો ધોનીએ આપ્યા માત્ર એક લાખ, ચાહકો છંછેડાયા

Updated: Mar 27th, 2020

GS TEAM


Google News
Google News
કોરોના લડતમાં સહાય માટે સચિને આપ્યા 50 લાખ તો ધોનીએ આપ્યા માત્ર એક લાખ, ચાહકો છંછેડાયા 1 - image

નવી દિલ્હી, તા.27 માર્ચ 2020, શુક્રવાર

કોરોના સામે લડવા માટે સરકાર આર્થિક મોરચે પણ ઝઝૂમી રહી છે.આ પ્રકારના સંજોગોમાં સેલિબ્રિટિઝ મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.

જોકે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર મહેન્દ્ર ધોનીએ કોરોના સામેની લડાઈમાં પૂણેની એક એનજીઓના માધ્યમથી 1 લાખ રુપિયાની મદદ કરવાની કરેલી જાહેરાતના પગલે સોશ્યલ મીડિયા પર લોકો બરાબર રોષે ભરાયા છે. એક ચાહકે લખ્યુ હતુ કે 800 કરોડ રુપિયા કમાનારા ધોનીએ એક લાખ રુપિયાની જ મદદ કરી છે.

કોરોના લડતમાં સહાય માટે સચિને આપ્યા 50 લાખ તો ધોનીએ આપ્યા માત્ર એક લાખ, ચાહકો છંછેડાયા 2 - imageધોનીએ આ મદદ પૂણેમાં કામ કરતા મજૂરો માટે કરી છે. આખરે પૂણે સાથે ધોનીનુ શું કનેકશન છે તે સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો છે.

બીજી તરફ ભારતના માસ્ટર બ્લાસ્ટર બેટસમેન સચિન તેંડુલકરે મહારાષ્ટ્ર સરકારને 25 લાખ અને કેન્દ્ર સરકારના રિલિફ ફંડમાં 25 લાખ એમ કુલ 50 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

Tags :