મીરા-ભાયંદરમાં વિચિત્ર ઘટના..
મુંબઈ - મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ દ્વારા શ્રદ્ધા બાને ટિકિટ ન મળ્યા બાદ, તેમની મમ્મી વનિતા બનેને હાર્ટ એટેક આવ્યો છે. તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
વનિતા બને ભાજપના મીરા-ભાયંદર શહેરની ભૂતપૂર્વ મહિલા જિલ્લા પ્રમુખ છે. તેમને પાર્ટીમાં વફાદાર માનવામાં આવે છે. તેમણે આ વર્ષે તેમની પુત્રી શ્રદ્ધા માટે ટિકિટ માંગી હતી. જોકે, મંગળવારે છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. ત્યાર બાદ, તેમને અચાનક અસ્વસ્થતા અનુભવાવા લાગી અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. તેમને હળવો હાર્ટ એટેક આવ્યો અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મેં અત્યાર સુધી પાર્ટીનું કામ ખૂબ જ પ્રામાણિકપણે કર્યું છે. આજે મારા પરિવારને જે રીતે નકારી કાઢવામાં આવ્યો તે ખૂબ જ મોટો અન્યાય છે, એમ વિનીતા બને જણાવ્યું હતું.


