Get The App

મુંબઈમાં પાંચ હજારથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈમાં પાંચ હજારથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ 1 - image

ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી

ઓવર સ્પીડિંગ, સિગ્નલ તોડવાના તેમજ નશામાં ડ્રાઈવિંગ સહિતના કારણોસર કાર્યવાહી

મુંબઈ : ટ્રાફિક નિયમોનો ભંગ કરવાના વધતા જતા બનાવો પર અંકુશ મૂકવાના આશયથી આરટીઓ દ્વારા આકરા પગલાં લઈને પાંચ હજારથી વધુ લોકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રિજનલ ટ્રાફિક ઓફિસ (આરટીઓ) દ્વારા જાન્યુઆરી ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૬ દરમ્યાન ૧૬ મહિનામાં ૫૫૦૬ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમાં મુંબઈ સેન્ટ્રલ આરટીઓની હદમાં ૨,૫૮૭, વડાલા આરટીઓમાં ૧,૮૫૪, અંધેરી આરટીઓમાં ૭૨૧, બોરીવલી આરટીઓ ૩૪૪ લાયસન્સ આમ એકંદર ૫,૫૦૬ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આરટીઓના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ઓવર સ્પડિંગ, ડ્રંગ એન્ડ ડ્રાઈવ, સિગ્નલનો ભંગ, સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરવા બદલ, વાહનમાં ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓને લઈ જવા સહિતના ટ્રાફિકના ગુનાસેર લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જ્યારે માલવાહક વાહનોમાં પ્રવાસીઓની હેરફેર, ટ્રકમાં ઓવરલોડિંગ સહિતના ટ્રાફિક નિયમોના ભંગ બદલ હેવી વેહિકલ્સ વાળાને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અકસ્માતોનું જોખમ ટાળવા અને વાહનચાલકો દ્વારા શિષ્તનું પાલન કરવામાં આવે એ માટે આરટીઓ તરફથી વાહન ચાલકોને દંડિત કરવાની અને લાયસન્સ સસ્પેન્ડ કરવાની ઝુંબેશ સતત ચાલુ જ રાખવામાં આવશે એમ પરિવહન વિભાગ તરફથી જણાવાયું હતું.