અનંત ચતુર્દશીના ગણેશ વિસર્જન માટે મુંબઇમાં 21 હજારથી વધુ પોલીસ તૈનાત

ગિરગાવ
ચોપાટીમાં એઆઇ- આધારિત કન્ટ્રોલ રૃમ
પહેલીવાર
રુટ મેનેજમેન્ટ અને ટ્રાફિક સંબંધિત અન્ય અપડેટ માટે એઆઇનો ઉપયોગ
મુંબઇ -
ગણેશ ઉત્સવના અંતિમ દિવસે અનંત ચતુર્દશીમાં વિસર્જન દરમિયાન
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મુંબઇમાં ૨૧ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત
કરવામાં આવશે, એમ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
પોલીસ
પહેલી વખત રુટ મેનેજમેન્ટ અને ટ્રાફિક સંબંધિત અન્ય અપડેટસ માટે આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરશે,
એમ ઓફિસરે કહ્યું હતું. ગિરગાવ ચોપાટી ખાતે એઆઇ- આધારિત કન્ટ્રોલ રૃમ સ્થાપિત કરવામાં
આવ્યો છે. જ્યારે વિસર્જનમાં ભાગ લેનારા વાહનો માટે સ્ટીકરો સાથે અગ્રણી ગણપતિ
મંડળોને ક્યુઆર કોડ જારી કરવામાં આવ્યા છે તે પોલીસને વાહનો શોધવામાં, ભીડ પર નજર રાખવા અને અન્ય કામગીરીમાં મદદ કરશે.
ભીડ
અને વિસર્જન વખતે નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે. તેમજ સલામતીના હેતુઓ માટે
લાઇટસ હશે આ ડ્રોન ઉપરાંત ૧૦ હજાર સીસીટીવી શહેરમાં દરેક ગતિવિધિ પર નજર રાખશે. ખાનગી
ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જોઇન્ટ
કમિશનર ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ પત્રકાર પરિષદમાં
જણાવ્યું હતું કે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા માટે ૧૨ એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ૪૦ ડેપ્યુટી કમિશનર,
૬૧ આસિસ્ટન્ટ કમિશનર સહિત ૩૦૦૦ ઓફિસર અને ૧૮ હજાર પોલીસ કર્મચારીઓ
તૈનાત કરવામાં આવશે.
આ
ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની ૧૪ કંપનીઓ, સેન્ટ્રલ આર્મડ પોલીસ
ફોર્સની ચાર કંપનીઓ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડ (બીડીડીએસ) પણ બંદોબસ્તમાં સામેલ
થશે.
શહેરના
વિવિધ સમુદ્ર કિનારા, અન્ય જળાશયો, ૨૦૫ કૃત્રિમ તળાવોમાં ઓછામાં ઓછી ૬,૫૦૦ સાર્વજનિક ગણેશ મૂર્તિ અને ૧.૭૫ લાખ ઘરગથ્થુ મૂર્તિઓનું વિસર્જન
કરવામાં આવશે. પોલીસ બૃહન્મ ુંબઇ
મ્યુનિસિ૨૨પલ કોર્પોરેશનની મદદથી સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી છે. વિસર્જન સ્થળોએ
લાઇફ ગાર્ડ પર હાજર રહેશે.
ગણેશ
વિસર્જન માટેના રસ્તાઓ પર ૩૦૦૦થી વધુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને ૨૮૫ મહારાષ્ટ્ર
સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. વાહનવ્યવહાર જાળવવા કેટલાક
રસ્તાઓ પર ડાયવર્ઝન રહેશે અને અમૂક રોડ બ્લોક
રહેશે, એમ જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) અનિલ કુંભારેએ જણાવ્યું હતું.
શહેરમાં ગણેશ વિસર્જનમાં અસુવિધા ન થાય તે માટે શનિવારે સવારે સાત વાગ્યાથી
રવિવારની મધ્ય રાત્રી સુધી તમામ ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક
વામાં આવ્યો છે.
ગણેશ
મંડળોએ વિસર્જન દરમિયાન જૂના રેલવે પુલો પર ન રોકાવાનું કહેવામાં આવ્યું છે. એક
સમયે પુલ પર ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા છે.
એમાં ઘાટકોપર, કરી રોડ, આર્થર રોડ, ભાયખલા,
મરીન લાઇન્સ, સેન્ડહર્સ્ટ રોડ, મહાલક્ષ્મી, પ્રભાદેવી- કેરોલ, દાદર તિલક આરઓબી, ગ્રાન્ટરોડ અને ચર્નીરોડ વચ્ચે
ફ્રેન્ચ આરઓબી, ગ્રાન્ટરોડ અને મુંબઇ સેન્ટ્રલ વચ્ચે ફોકલેન્ડ
બ્રિજમાં સમાવેશ થાય છે.








