માનખુર્દમાં 100થી વધુ દુકાનો, હોટલો સહિતનાં બાંધકામો જમીનદોસ્ત
સાયન-પનવેલ હાઈવે પર મેગા ડિમોલિશન
સ્ટેશન પાસે તથા બાળ સુધાર ગૃહ આસપાસ દબાણો પર બૂલડોઝર ફર્યું ઃ કાર્યવાહીમાં અવરોદ સર્જવાના પ્રયાસ નિષ્ફળ બનાવાયા
મુંબઈ - માનખુદે રેલવે સ્ટેશન અને બાળસુધાર ગૃહના પરિસરમાં ૧૦૦થી વધુ અનધિકૃત દુકાનો, હોટેલ અને ગાળાઓ પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમા ં શિવ (સાયન) પનવેલ હાઇવે પર માનખુર્દ વિસ્તારમાં મોટી સંખ્યામાં દુકાનો, હોટેલ અને ગોડાઉન સેંકડો સંખ્યામાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા. તેને આજે પાકા પોલીસ બંદોબસ્ત હેઠળ આજે જાહેર બાંધકામ વિભાગે તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. દરમિયાન કેટલાક ભૂ માફિયાઓએ આ કાર્યવાહીનો વિરોધ કરી અવરોધો સર્જવા પ્રયાસો કર્યા હતા.
છેલ્લા કેટલાક વર્ષોમાં માનખુર્દ ચિલ્ડ્રન્સ એઇડ સોસાયટી અને સાર્વજનિક બાંધકામ વિભાગની પચ્ચીસ એકરથી વધુ જમીન પર તેને માફિયાઓએ કબજો કર્યો છે. હાલમાં અહી અનધિકૃત દુકાનો, બાર, લગ્ન હોલ અને ગેરેજ કાર્યરત છે. અનેક ફરિયાદો છતાં આ સંદર્ભે કાર્યવાહી થતી નથી એવી ફરિયાદો થતી હતી.
આજે સવારે ૯ વાગ્યાની આસપાસ માનખુર્દ રેલવે પરિસરમાં ૫૦થી વધુ અનધિકૃત દુકાનો સામે કાર્યવાહી કર વામાં આવી હતી. ત્યારબાદ માનખુર્દ બાળ સુધારણા ગૃહને અડીને આવેલી અનેક હોટેલ અને ગોદામો સામે કાર્યવાહી કરવામાં આવી અને તેને જમીનદોસ્ત કરાયા હતા.
દરમિયાન અહીં તોડકામની કાર્યવાહી વખતે માફિયા દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડફોડ આગળ ધપાવાઈ હતી.