ટાઈગર મેમણની મુંબઈની વધુ મિલ્કતોની ટૂંક સમયમાં હરાજી

1993 વિસ્ફોટોનું કાવતરું જયાં ઘડાયું હતું તે ફલેટ પણ વેચાશે ૧૯૯૩
સૌથી મૂલ્યવાન સંપતિમાં વાકોલાનો ૧૦ હજાર મીટરનો પ્લોટ છે જેની કિંમત ૪૦૦ કરોડ હોવાનો અંદાજ
મુંબઇ - 1993 ના મુંબઇ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના આરોપી ટાઇગર મેમણ અને તેના પરિવારની મિલકતોની કેન્દ્રીય સત્તાવાળાઓ ટ્રેક સમયમાં હરાજી કરવાના છે. આ હરાજીમાં માહિમમાં આવેલા ટાઇગર મેમણના એક ફલેટનો પણ સમાવેશ થાય છે જ્યાં કાવતરાની મુખ્ય બેઠકો થઇ હોવાનું કહેવાય છે. એમ અધિકારીઓએ જણાવ્યુ ંહતું. ૧૯૯૩
સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ ઓથોરિટી (સાફેમા) એ મેમણ પરિવાર સાથે જોડાયેલી આઠ મિલકતોનો કબજો લીધો છે. જેમાં માહિમની અલ-હુસૈની બિલ્ડિંગના ત્રણ ફલેટનો પણ સમાવેશ થાય છે. આ ફલેટોમાં ટાઇગર મેમણ એક સમયે તેના પાંચ ભાઇઓ અને તેની માતા સાથે રહેતો હતો. આ બાબતે અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ સંદર્ભે મૂલ્યાંકન પ્રક્રિયા ચાલી રહી છે અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ ડિસેમ્બર અથવા જાન્યુઆરી સુધીમાં હરાજી થઇ શકે છે. ૧૨ માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઇમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદથી ટાઇગર મેમણ ફરાર છ. ે આ સમયે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. ટાઇગર મેમણના ભાઇ યાકુબ મેમણને ૨૦૧૫માં હુમલામાં તેની ભૂમિકા માટે ફાસી આપવામાં આવી હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યોને ખાસ ટાડા કોર્ટ તરફથી જેલની સજા ફટકારવામાં આવી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) ના જણાવ્યા અનુસાર વિસ્ફોટો માટે કાવતરાની એક બેઠક પરિવારની માલિકીના માહિમમાંના ફલેટોમાંથી એકમાં થઇ હતી. પાંચમાં અને છઠ્ઠા માળે આવેલા આ ફલેટને બોમ્બ સ્ફોટ બાદ તરત જ અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા અને આ વર્ષે એપ્રિલમાં જ ફરીથી ખોલવામાં આવ્યા હતા. ખાસ અદાલત દ્વારા મેમણ પરિવારની કુલ ૧૭ મિલકતોની યાદી જાહેર કરવામાં આવી હતી. આઠ મિલકતો જપ્ત કરવામાં આવી છે જ્યારે ચાર હજી મુકદ્દમા હેઠળ છે અને પાંચ મિલકતો હજુ પણ કબજે કરવાની પ્રક્રિયામાં છે.
આ મિલકતોમાં સૌથી મૂલ્યવાન મિલકતમાં વાકોલાના કોલે કલ્યાણ વિસ્તારમાં આવેલો એક ૧૦ હજાર ચોરસ મીટરનો જમીનનો પ્લોટ છે જેની કિંમત ૪૦૦ કરોડ રૃપિયા હોવાનો અંદાજ છે. આ સિવાય સાફેમાં અન્ય સંપતિઓને પણ સુરક્ષિત કરવાનું કામ કરી રહી છે. જેમાં બાંદ્રાનો એક ફલેટ, કુર્લાના કાપડિયા નગરમાં બે અને દક્ષિણ મુંબઇના મનીષ માર્કેટમાં આવેલી ચાર દુકાનોનો સમાવેશ થાય છે.

