Video: મુંબઈમાં મોનો રેલ અધવચ્ચે અટકી પડી, મુસાફરો ફસાયા, લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Monorail: મુંબઈના વાશી ગામ વિસ્તાર નજીક મોનો રેલ ફસાઈ ગઈ, જે લગભગ 6 વાગ્યા આસપાસ બંધ પડી હતી. આ કારણે મુસાફરો તેમાં ફસાયા છે, જેમાંથી કેટલાક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાની ફરિયાદો પણ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મોનો રેલ વીજળી પુરવઠાને કારણે બંધ થઈ ગઈ છે.
ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી: સીએમ ફડણવીસ
મોનો રેલ ફસાવા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તમામ સંબંધિત એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોઈને ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી. હું તમામ લોકોને અપીલ કરું છું કે ધીરજ રાખે. તેની તપાસ થશે કે આ ઘટના કેવી રીતે બની?
મુસાફરોનું ક્રેનની મદદથી કરાયું રેસ્ક્યૂ
ચેમ્બુરમાં મૈસુર કોલોની નજીક એક મોનોરેલ એલિવેટેડ ટ્રેક પર ફસાઈ ગયા બાદ મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
મુંબઈ મેટ્રો વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, મૈસુર કોલોની સ્ટેશન નજીક એક મોનોરેલ ટ્રેનને વીજળી પુરવઠામાં સામાન્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. અમારી કામગીરી અને જાળવણી ટીમો સ્થળ પર હાજર છે અને શક્ય તેટલી વહેલી તકે તેને સુધારવા માટે કામ કરી રહી છે.
સેવા ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરાશે: મેટ્રો વહીવટીતંત્ર
મેટ્રો વહીવટીતંત્રે એમ પણ કહ્યું હતું કે, 'હાલમાં, વડાલા અને ચેમ્બુર વચ્ચે સિંગલ લાઇન પર સેવાઓ સરળતાથી ચાલી રહી છે. અમે તમારા ધૈર્ય બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે તમારી સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. ખાતરી રાખો, શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.'









