મુંબઈની વેરેનેયિમ ક્લાઉડ પર ઈડી દ્વારા દરોડા
બોગસ બેન્ક ખાતાંઓની ૪૦૦ ચેક બૂક, ૨૦૦ મોબાઈલ સીમ કાર્ડ સહિતના દસ્તાવેજો જપ્તઃ ૨૦૨૨માં આઈપીઓ આવ્યો હતો
મુંબઇ - એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ વેરેનિયમ કલાઉડ લિમિટેડ નાં રૃા.૪૦ કરોડના મની લોન્ડરિંગ ઓપરેશનનો પર્દાફાશ કર્યો છે. કંપનીએ તેના ૨૦૨૨ના આઇપીઓ દરમિયાન શંકાસ્પદ શેર મેનીપ્યુલેશન પ્રવૃત્તીઓમાં સામેલ થઇને રોકાણકારોને ગેરમાગ ર્ેદોર્યા હોવાનો આરોપ છે. તપાસકર્તાઓએ નાણાકીય રેકોર્ડ સાથે ચેંડા કરવાના કાવતરા માટે જોડાયેલા બોગસ બેન્ક ખાતાએ અને સિમકાર્ડનો જથ્થો શોધી કાઢ્યો છે.
ફેડરલ તપાસ એજન્સીએ ૨૯ ઓકટોબરના મુંબઇમાં દરોડા પાડયા હતા. પંપ એન્ડ ડમ્પ તથા ડ્રોઅર કંપનીઓ જેવી ટેકનિકોનો ઉપયોગ કરીને નાણાકીય રેકોર્ડના મોટાપાયે ગેરરીતિની તપાસ કરવા માટે બોગસ બેન્ક ખાતાઓ સંબંધિત ૪૦૦ ચેકબુક અને ૨૦૦ મોબાઇલ ફોન સિમરાક્ડ જપ્ત કર્યા હતા.
ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ વેરેનિયમ કલાઉડ લિમિટેડ નામની કંપની તેના પ્રમોટર હર્ષવર્ધન સાબળે અને અન્ય સંબંધિત કંપનીઓ સામે આ કાર્યવાહી હાથ ધરાઈ છે.
કંપની અને તેની સાથે જોડાયેલી અન્ય ફર્મ દ્વારા સપ્ટેમ્બર, ૨૦૨૨માં આઇપીઓ દ્વારા લગભગ રૃા.૪૦ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેનો ઉપયોગ નાના શહેરોમાં એજ ડેટા સેન્ટર અને ડિજિટલ લર્નિંગ સેન્ટર સ્થાપવા માટે કરવામાં આવશે.
તેણે ડિજિટલ મીડિયા, બ્લોક ચેન એડટેકના ક્ષેત્રોના ઝડપથી વિકસતી ટેકનોલોજી કંપની તરીકે પોતાની રજૂઆત કરી હતી. આઇપીઓને પ્રમોટ કરવા માટે અગ્રણી બિઝનેસ ગુ્રપો અને મીડિયા આઉટલેટસના નામ પણ લીધા હતા જેના કારણે લોકોનો વિશ્વાસ વધી ગયો હતો, એણે આરોપ ક ર્યો હતો.
જોકે તેમણે વચન આપેલા પ્રોજેક્ટ્સ ક્યારેય અમલમાં મૂકવામાં આવ્યા ન હતા. ટર્નઓવર અને બજાર મૂલ્યને વધારવા ખોટા વ્યવહારો કરાયા હતા.
એજન્સીએ શોધી કાઢ્યું કે ટ્રેડિંગ પેટનમાં કૃત્રિમ ભાવ વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ શેરનું ભારે ઓફલોડિંગ થયું હતું. જે પંપ એન્ડ ડમ્પ સ્કીમ દ્વારા કરાયું હતું. કંપનીના શેર ઇરાદાપૂર્વક ભ્રામક દાવાઓ દ્વારા વધારીને અને પછી ઊંચા ભાવે ડમ્પ કરવામાં આવ્યા હતા. આથી લોકો છેતરાય ગયા હતા અને રોકાણકારોને નુકસાન થયું હતું.
ઇડીએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલ સામગ્રીની પ્રારંભિક તપાસ દર્શાવે છે કે બનાવટી કેવાયસી દસ્તાવેજો અને ડમી સિમકાર્ડનો ઉપયોગ કરીને ખોલવામાં આવેલા બોગસ બેન્ક ખાતાઓનું વિશાળ નેટવર્ક મુંબઇથી ચલાવવામાં આવી રહ્યું હતું.
સર્વ ઓપરેશન દરમિયાન આવા બોગસ બેન્ક ખાતાઓ સાથે જોડાયેલ ૪૦૦ થી વધુ ચેકબુક અને ૨૦૦થી વધુ સિમકાર્ડ મળી આવ્યા હતા. જે ૧૦૦થી વધુ ડયુઅલ સિમ મોબાઇલ ફોનમાં હતા. તે મોટા ભાગે મુંબઇના વ્યક્તિઓના નામે જારી કરવામાં આવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ ૧૫૦ થી વધુ શેલ અને ડમી કંપનીઓ દ્વારા આર્થિક ગેરરીતિ માટે કરાયો હતો.


