Get The App

આજે મોકડ્રિલઃ મુંબઈનાં 60 સ્થળોએ બપોરે 4 વાગ્યે સાયરન વાગશેે

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
આજે મોકડ્રિલઃ મુંબઈનાં 60 સ્થળોએ બપોરે 4 વાગ્યે સાયરન વાગશેે 1 - image


મહારાષ્ટ્રના ૧૦ જિલ્લામાં ૧૬ સ્થળે મોકડ્રિલ

ફાયર બ્રિગેડ, પોલીસ સહિતની વિવિધ સરકારી  એજન્સીઓ, એનસીસી, એનએસએસના વિદ્યાર્થીઓ   મોકડ્રિલમાં ભાગ લેશ 

મુંબઇ -  બુધવારે મહારાષ્ટ્રમાં ૧૦ જિલ્લામાં ૧૬ સ્થળો પર સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા નિર્દેશ અનુસાર સિવિલ ડિફેન્સ, નેશનલ કેડેટ કોટ (એનસીસી) અને હોમહગાડર્સના જવાનો મોકડ્રિલમાં ભાગ લેશે તેવું સિવિલ ડિફેન્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં ૬૦ સ્થળોેએ બપોરે ચાર વાગ્યે સાયરન વાગશે અને બાદમાં બ્લેક આઉટ જેવી સ્થિતિ સર્જાશે.

મુંબઇ, પુણે, થાણે, રાયગડ, જલગાંવ, નાસિક, છત્રપતિ સંભાજીનગર, રત્નાગિરી, સિંધુદુર્ગ અને પાલઘર જિલ્લામાં એક દસ જિલ્લામાં મોકડ્રિલનું સંચાલન કરવામાં આવશે.

મુંબઇ, ઉરણ, તારાપુર, થાણે, પુણે, નાસિક, રોહા- નાગો થાણે, મનમાડ, સિન્નર, થલ (અલિબાગ),  પિંપરી ચિંચવડ, છત્રપતિ સંભાજીનગર, ભૂસાવલ, રાયગડ, અને સિંધુ દુર્ગમાં મોકડ્રિલનું સંચાલન કરવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્દેશ આપ્યા છે.

તારાપુર એટોમિક પાવર પ્લાન્ટ, રોહા- નાગાથાણે અને ઉરણનો ઔદ્યોગિક વિસ્તાર અને ગીચોગીચ વસ્તી ધરાવતા મુંબઇ, પુણે, નાસિક, પિંપરી ચિંચવડ જેવા સ્થળો સંવેદનશીલ છે.

સાંજે ૪.૦૦ કલાકે વિવિધ સ્થળે સાઇરન વગાડવામાં આવશે તે પછી મોકડ્રિલ શરૃ કરવામાં આવશે. સિવિલ ડિફેન્સને જિલ્લા વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને પેરામેડિકલ સ્ટાફ મદદ રૃમ રહેશે તેવુ એક અધિકારીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે  યુદ્ધ અથવા  યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમિયાન સુરક્ષા અને સાવચેતીના પગલાં ભરવા બાબતમાં લોકોને માહિતગાર કરવાનો મોકડ્રિલનો હેતું છે.

  મુંબઈમાં સાયરન વાગ્યા પછી, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સમગ્ર તંત્ર કટોકટીમાં કામ કરે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને અલગ રીતે હેન્ડલ કરવી પડશે. આ માટે, ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને હોસ્પિટલના ડોકટરો, નર્સો અને અન્ય કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. મુંબઈ સાયરન વાગતાની સાથે જ ફાયર બ્રિગેડ, પોલીસ, હોસ્પિટલો, રેલ્વે, બેસ્ટ અને અન્ય સરકારી તંત્રોને ઇમરજન્સી રૃમ દ્વારા એલર્ટ કરવામાં આવશે.

              મુંબઈ પર ખરેખર મિસાઈલ હુમલો થાય અને અનેક લોકો ઘાયલ થાય તો તેમને બચાવવા માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલવા માટે મુંબઈના મુખ્ય સ્થળોએ તે તૈનાત કરવામાં આવશે, ફાયર બ્રિગેડના વાહનો શક્ય તેટલા ઓછા સમયમાં ઘટનાસ્થળે પહોંચચે છે કે કેમ તે તપાસાશે. હોસ્પિટલમાંથી બહાર આવતા દર્દીઓને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલની બહાર ડોકટરો અને અન્ય સ્ટાફની આખી ટીમ તૈનાત કરવામાં આવશે. ખાસ કરીને, મ્યુનિસિપલ હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર માટે ઓક્સિજન સહિતનો પૂરતો તબીબી પુરવઠો તૈયાર રાખવામાં આવશે. 

સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોને ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ આપવાની કટોકટીની પરિસ્થિતિમાં બધાને કેવી રીતે તૈયાર ક રવા તેની ઘાયલોને કેવી રીતે સારવાર આપવી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા વિગેરેની ટ્રેઇનિંગ આપવામાં આવી છે. તેમમે કહ્યું કે લોકોએ ગભરાવું નહીં જોઇએ.

મુંબઇની એક સરકારી હોસ્પિટલના ડીને કહ્યું કે અમે કવાયત માટે તૈયાર છે. પુણેમાં કાઉન્સિલ હોલ અને પંચાયત સમિતિ, મૂલ્શીમા અને તેલગાવમાં નગરપાલિકાની ઓફિસમાં મોકડ્રિલ હાથ ધરવામાં આવશે. સૈન્ય, વાયુદળ, પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆર એફ, રેવન્યુ અને આરોગ્ય વિભાગ, નગરપાલિકાઓ અને જિલ્લા વહીવટીતંત્રો કવાયતમાં ભાગ લેશે. વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ)ના સભ્યો અને એનસીસી કેડેટો પણ કવાયતમાં ભાગ લેશે તેવું કલેક્ટરે પત્રકારોને કહ્યું હતું.

દરમિયાન મંગળવારે રેલવે દ્વારા છત્રપતિ સંભાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી, કુર્લા, અને અન્ય મોટા સ્ટેશનો પર સિક્યુરિટી) ડ્રીલ હાથ ધરવામાં આવ્યા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ), ગર્વન્મેન્ટ  રેલવે પોલીસ (જીઆરપી) અને ડોગસ્કવોડે મોકડ્રિલમાં ભાગ લીધો હતો. 

ન્યુક્લિયર પ્લાન્ટ હોવાને કારણે તારાપુરમાં આજે મોકડ્રિલ

રાષ્ટ્રવ્યાપી મોકોડ્રિલના ભાગ રુપે આવતીકાલે સાલવાડ (બોઈસર) ગ્રામ પંચાયતની હદમાં તારાપુર અણુ ઊર્જા કેન્દ્ર કર્મચારી વસાહતની સામે, વિજય કોલોની ખાતે ખુલ્લા મેદાનમાં મોકડ્રીલનું રિહર્સલ અને પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવશે.

 રાજ્ય સરકારને હવાઈ હુમલાનો સંકેત મળ્યા પછી મોકડ્રીલ શરૃ થશે.

તારાપુર પરમાણુ ઉર્જા પ્રોજેક્ટની સલામતીના દૃષ્ટિકોણથી ૧૪ મેના રોજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા સંયુક્ત રીતે એક મોકડ્રીલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. તારાપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં કટોકટીની સ્થિતિમાં લેવામાં આવનારા પગલાંનો અભ્યાસ કરવા તેમજ આવી પરિસ્થિતિમાં વિવિધ સરકારી વિભાગોના સંકલનનું પરીક્ષણ કરવા માટે કવાયત પછીથી અલગથી યોજવામાં આવશે.


Tags :