20 વર્ષ બાદ ફરી મીઠી નદીમાં પૂરઃ 2005ની યાદ તાજી થઈ

સતત ભારે વરસાદ તથા વિહાર સહિતના તળાવો છલકાતાં પૂર
કુર્લાના ૩૫૦ લોકોનું સ્થળાંતર ઃ બીકેસી અને બાંદરાના નીચાણવાળા વિસ્તારોેને પણ પૂરની અસરની સંભાવનાએ પાલિકાની દોડધામ
મુંબઇ - ભારે વરસાદને પગલે તુલસી, વિહાર અને પવઇ તળાવ છલકાવવાથી તેનું પાણી મીઠી નદીમાં ઠલવાતાં ંનદીમાં પૂર આવ્યું હતું. મુંબઇના મધ્યમાં વહેતી આ મીઠી નદીમાં પાણી સપાટી ૩.૯ મીટર ઉપર પહોંચી હતી. આ કારણસર બે કાંઠે વહેતી મીઠી નદીના કુર્લાના કિનારે વસતા ૧૨૦ પરિવારના ે૩૫૦ સભ્યોને ને મુંબઇ મહાનગર પાલિકાએ સલામત સ્થળે ખસેડયા હતા. મીઠી નદીમાં આ રૌદ્ર સ્વરુપ ૨૦ વર્ષ બાદ જોવા મળ્યું છે. છેલ્લે ૨૦૦૫માં આવું પૂર જોવા મળ્યું હતું. આમ, મુંબઈગરાઓને ૨૬ જુલાઇ ૨૦૦૫માં વાદળ ફાટતા મીઠી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું તે યાદ તાજી થઈ હતી.
મીઠી નદી ભયજનક સપાટી વટાવી જાય તેવી શક્યતા હોવાથી બાંદરા-કુર્લા કોમ્પ્લ્કેસ અને બાંદરા વિસ્તારમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશે તેવી શક્યતાને પગલે મહાપાલિકા અને સંબંધિત એજન્સીઓને ચેતવણી આપવામાં આવી હતી. પાલિકાએ આ સંદર્ભમાં જરૃરી પગલા લીધા હોવાનું પાલિકાના કમિશનરે જણાવ્યું હતું.
શહેરમાં માત્ર છ કલાકમાં લગભગ ૨૦૦ મિ.મિ. (આઠ ઇંચ) વરસાદ વરસતાં તથા વિહાર અને તુલસી ઉપરાંત પવાઈ તળાવ છલકાતાં અહીં પૂર જેવી પરિસ્થિતિ થઇ હતી. પાલિકાએ મીઠી નદીં કાંઠે કાંતિનગર અને સંદેશ નગરના ૩૫૦ લોકોને નજીકમાં આવેલી મગનદાસ નાથુરામ મ્યુનિસિપલ શાળામાં ખસેડયા હતા. પાલિકાએ તેમના માટે ભોજન તથા તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.









