Mumbai

શિલ્પા શેટ્ટીની તસવીરોનો દુરુપયોગ, ફેક ઈમેજીસ તત્કાળ દૂર કરવા આદેશ

By GS TEAM
27 Dec 20252 mins read
શિલ્પા શેટ્ટીની   તસવીરોનો દુરુપયોગ, ફેક ઈમેજીસ તત્કાળ દૂર કરવા આદેશ

વ્યક્તિત્વ, પ્રચાર  અધિકારનો મુદ્દો રેગ્યુલર બેન્ચ હાથ ધરશે

એઆઈ ટૂલ્સ દ્વારા અવાજ તથા ઈમેજીસ મોર્ફ કરાઈઃ પુસ્તકો, પોસ્ટરો, સાડીઓની જાહેરાત માટે ઉપયોગથી ગુપ્તતાના અધિકારનો ભંગ

મુંબઈવ્યક્તિના ગુપ્તનાના મૂળભૂત અધિકારને અસર કરે એ રીતે કોઈ વ્યક્તિત્વને  દર્શાવવું જોઈએ નહીં એમ જણાવીને બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાને તેના પર્સનાલિટી રાઈટ્લ કેસમાં વચગાળાની રાહત આપી હતી. શેટ્ટીએ પોતાની તસવીરનો દુરુપયોગ  અને ડીપફેક કન્ટેન્ટ સામે આ કેસ કર્યો હતો.

વેકેશન બેન્ચે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ, એઆઈ સંબંધી બચાવ પક્ષો અને જોન ડો સહિતના અનેક પ્લેટફોર્મને  શેટ્ટીના ચેડાં કરાયેલાં વિડિયો કે તસવીરો ધરાવતા યુઆરએલ, લિંક, પોસ્ટ અને વેબસાઈટોને દૂર કરવા અથવા ડિસેબલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સામગ્રી પ્રથમદર્શી રીતે વ્યથિત કરનારું અને ઘૃણાસ્પદ જણાય છે, એમ કોર્ટે નોંધ્યું હતું.

જજે સ્પષ્ટ કર્યું હતું કે શેટ્ટીએ અરજીમાં ઉઠાવેલા ઈન્ટલેક્ચુઅલ પ્રોપ્રટી લો હેઠળ વ્યક્તિત્વ અને પબ્લિસિટીના અધિકારના મહત્વના મુદ્દે રેગ્યુલર બેન્ચ   નિર્ણય લેશે. દરમ્યાન બંધારણની કલમ ૨૧ હેઠળ શેટ્ટીના ગુપ્તતા અને ગરીમાના અધિકારની રક્ષા કરવા કોર્ટ ફજબદ્ધ છે.

શિલ્પા શેટ્ટીના વકીલોએ દલીલ કરી હતી કે બચાવ પક્ષ શેટ્ટીની તસવીરો અને વ્યક્તત્વનો ઉપયોગ સાડી અને અન્ય ઉત્પાદનો વેચવા માટે સંમતિ વિના ઉપયોગમાં લે છે. આથી કોપી રાઈટ કાયદાનો પણ ભંગ  થાય છે.

શેટ્ટીએ ફરિયાદમાં આરોપ કર્યો હતો કે એઆઈ ટુલ્સનો ઉપયોગ તેના અવાજ અને રીતભાતને ક્લોન કરવા અને મોર્ફ છબિ, પોસ્ટરો, ડાયરીઓ, પુસ્તકો અને અન્ય માલ બનાવવા કરાઈ રહ્યો છે.

કેટલાંક પક્ષકારો સામે પાંચ લાખની નુકસાન ભરપાઈ અને ગોપનીયતા અને વ્યક્તિવના અધિકારનો ભંગ કરતી સામગ્રીને વ્યાપક રીતે દૂર કરવાની માગણી કરી છે.