Get The App

ધરપકડથી બચવા મંત્રી માણેકરાવ કોકાટે હોસ્પિટલમાં ભરતી

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ધરપકડથી બચવા મંત્રી માણેકરાવ કોકાટે હોસ્પિટલમાં ભરતી 1 - image

રમતગતમ મંત્રી માણિકરાવે ધરપકડ ટાળવા  જૂનો ખેલ અજમાવ્યો

અદાલતે ફલેટ ગેરકાયદે મેળવી લેવાના કેસમાં વોરન્ટ કાઢતાં મંત્રીપદ પર લટકતી તલવારઃ મંત્રીમંડળની બેઠકમાં પણ ગેરહાજર 

મુંબઇ -  ઓછી આવક જૂથના સરકારી ફલેટ ખોટા દસ્તાવેજોના આધારે મેળવી લેવાના કેસમાં દોષિત ઠરેલા રાજ્યના રમતગમત મંત્રી માણિકરાવ કોકાટે સામે વોરન્ટ નીકળ્યું હોવાના અહેવાલો વચ્ચે ધરપકડ ટાળવા માટે કોકાટે મુંબઈના બાંદરા વેસ્ટની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. પોતે નાદુરસ્ત હોવાનું  બતાવી હાઈકોર્ટમાંથી જામીનની દલીલ પણ તેમણે કરી હતી. 

આજે પ્રધાનમંડળની બેઠકમાં કોકાટેએ હાજરી આપી ન હતી. તેને બદલે પોતાની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. 

૧૯૯૫ના હાઉસિંગ ફ્રોડમાં નીચલી કોર્ટે ફટકારેલી બે વર્ષની કેદની સજા જિલ્લા કોર્ટે પણ બહાર રાખી છે. તેને પગલે કોકાટે ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરે તેમ છે અને મંત્રીપદેથી રાજીનામું આપવું  પડી શકે છે. 

એક દાવા અનુસાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે બેઠક યોજી હતી અને તેમાં તેમણે અજિત પવારને રમતગમત મંત્રી તરીકે કોકાટેનો વિકલ્પ સૂચવવા પણ જણાવી દીધું હોવાનું કહેવાય છે. 

કોકાટે અગાઉ કૃષિ ખાતાંનો હવાલો સંભાળતા હતા. પરંતુ, વિધાનસભામાં મોબાઈલ પર રમી ગેમ રમતાં પકડાયા બાદ તેમને કૃષિ મંત્રી પદેથી હટાવી  રમતગમત ખાતામાં  ધકેલી દેવાયા હતા.