મ્હાડાના એક્ઝિ. એન્જિનિયર 4 લાખની લાંચના છટકામાં પકડાયા

40 હજાર રોકડા સ્વીકારતાં પકડાયા
ઘરમાં અનધિકૃત બાંધકામ કરી, પેઈંગ ગેસ્ટ રાખનાર પાસે લાંચ માગી
મુંબઈ - મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના એક એક્ઝિકયુટીવ એન્જિનિયરની રૃ.૪૦ હજારની લાંચ લેતાં એન્ટી કરપ્શન બ્યરો (એસીબી)એ ધરપકડ કરી છે, એમ શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું.
મ્હાડાના બાંદરા વિભાગના સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરતા રણજીત ચવ્હાણ (ઉ.વ.૫૦) તે પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એમ એસીબીના અધિકારીએ કહ્યું હતું.
ફરિયાદીએ પોતાના ઘરમાં અનધિકૃત બાંધકામ કર્યું હતું. અને પેઈંગ ગેસ્ટનો વ્યવસાય ચલાવતા હતા. ચવ્હાણે શરૃઆતમાં આ વ્યક્તિને બચાવવા માટે રૃ.ચાર લાખની માંગણી કરી હતી. ત્યારબાદ તેને ઘટાડી રૃ.બે લાક કરી દીધા હતા.
૬૨ વર્ષીય વૃદ્ધ લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીને મામલાની જાણ કરી હતી.
ફરિયાદની ચકાસણી કર્યા પછી એસીબીએ છટકું ગોઠવ્યું હતું.
એસીબીના અધિકારીઓએ ફરિયાદી પાસેથી લાંચનો પહેલો હપ્તો રૃ.૪૦ હજાર લેતી વખતે ચવ્હાણે રંગે હાથ પકડી લીધો હતો. ચવ્હાણ સામે સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.









