Get The App

રવિવારે મેરેથોન માટે મેટ્રો-૩ સવારે ૩.૩૦ વાગ્યાથી શરુ થશે

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
રવિવારે મેરેથોન માટે મેટ્રો-૩ સવારે ૩.૩૦ વાગ્યાથી શરુ થશે 1 - image

મુંબઈ મેરેથોન દોડવીરો માટે જાહેરાત 

સવારે ૩.૩૦ વાગ્યે આરે જેવીએલઆર અને કફપરેડથી એક સાથે એક્વા મેટ્રો લાઈન ઉપડશે

મુંબઇ - રવિવારે ૧૮મી જાન્યુઆરીના રોજ મુંબઈ ટાટા મેરેથોન માટે દોડવીરોને વહેલી મુસાફરી કરવી પડશે. તે બાબતને ધ્યાનમાં લઈ મુંબઈ મેટ્રો-૩ કે જેને એક્વા લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સવારે ૩.૩૦ વાગ્યાથી શરુ કરી દેવાશે. જેથી દોડવીરો આ મેરેથોનના પ્રારંભિક પોઈન્ટ સુધી પહોંચી શકે.

મુંબઈ  મેટ્રો-૩એ સોશિયલ મીડિયા એક્સ પર જાહેર કર્યાનુસાર, મેટ્રો-૩ આરે જેવીએલઆર અને કફ પરેડથી સવારે ૩.૩૦ વાગ્યે એક સાથે ઉપડશે. બીજી ટ્રેન સર્વિસ આરે જેવીએલઆરથી સવારે ૪.૩૦ વાગ્યે ઉપડશે. જ્યારે કફ પરેડથી સવારે ૪.૫૦ વાગ્યે ઉપડશે.

વધુમાં એવું પણ પોસ્ટ કરાયું છે કે, મેરેથોનના દોડવીરોને ટેકો આપવા માટે ૧૮ જાન્યુઆરીએ વધારાની મેટ્રો ટ્રેન સર્વિસ દોડાવાશે. જેથી મુસાફરો સ્માર્ટ સવારી કરી સમયસર પહોંચી શકે. 

ટાટા મુંબઈ મેરેથોનની ફૂલ અને હાફ મેરેથોન સવારે પાંચ વાગ્યાથી શરુ થશે. ફૂલ મેરેથોન બપોરે ૧૨.૩૦ વાગ્યે તો હાફ મેરેથોન સવારે ૯.૧૦ વાગ્યે પૂર્ણ થશે. જ્યારે ૧૦ કિમી મેરેથોન સવારે ૬ થી ૮ સુધી ચાલશે.