મેહુલ ચોકસીને ભારત નથી આવવું, પ્રત્યાર્પણને પડકાર્યું છેઃ ઈડી

ચોકસી બેલ્જિયમમાં પ્રત્યાર્પણની કાર્યવાહી સામે લડી રહ્યો છે
ભાગેડુ ગુનેગાર જાહેર કરવાની ઈડીની વિનંતી સામે ચોકસીએ વિરોધ દર્શાવતાં ઈડીની કોર્ટમાં દલીલ
મુંબઈ - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ગુરુવારે અહીંની એક ખાસ કોર્ટને જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંક (પીએનબી) છેતરપિંડીનો મુખ્ય આરોપી, ફરાર ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી, બેલ્જિયમમાં પ્રત્યાર્પણની કાર્યવાહી સામે લડી રહ્યો હોવાથી ભારત પાછા ફરવા માંગતો નથી.
ભાગેડુ આથક ગુનેગાર જાહેર કરવાની કાર્યવાહી રદ કરવાની ચોક્સીની વિનંતીનો વિરોધ કરતી વખતે ઈડીએ આ નિવેદન આપ્યું હતું.
ભાગેડુ તરીકે જાહેર કરાયા બાદ ભારતીય એજન્સીઓને તેમની સંપત્તિઓ, વિદેશમાં પણ, જપ્ત કરવાની મંજૂરી આપશે. ઈડીએ દલીલ કરી હતી કે મેહુલ ચોકસીની અરજીમાં કોઈ યોગ્યતા નથી, અને તેને ફગાવી દેવી જોઈએ.
ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી ફક્ત ત્યારે જ સમાપ્ત થાય છે જ્યારે તે હાજર થાય છે, તેથી તેને હવે સમાપ્ત કરી શકાતી નથી. તે ખાસ જોગવાઈ સાથેનો એક ખાસ કાયદો છે,એમ તપાસ એજન્સીએ જણાવ્યું હતું.
એન્ટિગુઆ અને બાર્બુડા છોડયા પછી ૨૦૨૩ માં તેબેલ્જિયમની એક કોર્ટમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. ચોક્સી અને તેનો ભાણેજ નીરવ મોદી ૧૩,૦૦૦ કરોડ રૃપિયાથી વધુના પીએનબી છેતરપિંડીના કેસમાં વોન્ટેડ છે.
બેલ્જિયમમાં ધરપકડ બાદ, ચોકસીએ ઈડી દ્વારા તેને ભાગેડુ જાહેર કરવા માગતી અરજીને રદ કરવાની અરજી કરી હતી.
બેલ્જિયમમાં ભારતીય અધિકારીઓ દ્વારા જે કેસોમાં પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવી છે તેવા ભારતમાં પ્રલંબિત કેસોમાં તે પહેલાથી જ ભારતમાં અટકાયતમાં છે. તેથી, તેને ભાગેડુ આથક ગુનેગાર જાહેર કરવાની અરજી ફગાવી દેવી જોઈએ, એમ અરજીમાં જણાવાયું છે.પરંતુ ઈડી એ નિર્દેશ કર્યો કે તેને હજુ સુધી ભારતીય એજન્સીઓને સોંપવામાં આવ્યો નથી.
જો તે ઈચ્છે તો તે ભારત આવી શકે છે અને એજન્સી તેને ભાગેડુ આથક ગુનેગાર જાહેર કરવાની અરજી પર આગળ ન વધવાનું વિચારી શકે છે,એમ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું.
એક તરફ, તે બેલ્જિયમની કોર્ટમાં કાર્યવાહીનો વિરોધ કરી રહ્યો છે કે મારું ભારતને પ્રત્યાર્પણ ન કરી શકાય અને બીજી તરફ તે કહી રહ્યો છે કે મારી ધરપકડ કરવામાં આવી છે, તેથી અરજી નિરર્થક બની જાય છે,એમ એએસજીએ રજૂઆત કરી હતી અને ઉમેર્યું કે ચોકસીએ કોર્ટમાં હાજર રહીને ભારતની બહાર રહેવાનું અને કોર્ટમાં હાજર નહીં રહીને વ્યક્તિગત રીતે ભાગ ન લેવાનું પસંદ કર્યું છે. ચોક્સીના વકીલ આગામી સુનાવણીમાં પોતાની દલીલો રજૂ કરશે.









