Get The App

નાસિકમાં મીટિંગ થઈ, પ્રાઈવેટ માફિયા વોટ્સ એપ ગૂ્રપ બન્યુું

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
નાસિકમાં મીટિંગ થઈ, પ્રાઈવેટ માફિયા વોટ્સ એપ ગૂ્રપ બન્યુું 1 - image

પેપર ફોડવાના ગૂ્રપમાં ૪૦૦ સભ્ય હતા 

કોચિંગ અને કાઉન્સેલિંગ સેન્ટરોની ટેલિગ્રામ ચેનલો દ્વારા પણ પેપર શેર કરાયું 

મુંબઈ -   લીક થયેલા પ્રશ્નો શેર કરવા માટેના હબ તરીકે 'પ્રાઇવેટ માફિયા' નામના વોટ્સએપ ગૂ્રપ  બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટેલિગ્રામ દ્વારા પણ પેપર ફરતું કરાયું હતું. 

  આ જૂથમાં લગભગ ૪૦૦ સભ્યો હોવાનું કહેવાય  છે.  સભ્યોને નેટવર્કની બહાર સામગ્રી ફોરવર્ડ ન કરવાની સૂચના આપવામાં આવી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે લીક થયેલા નીટ પ્રશ્નપત્રો અને અનુમાન પેપરો કોચિંગ અને કાઉન્સેલિંગ નેટવર્ક્સ સાથે જોડાયેલ ટેલિગ્રામ ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કથિત પેપર લીક રેકેટના આરોપી પરીક્ષા પહેલા નાસિકમાં મળ્યા હતા. એવી શંકા છે કે નીટ પેપરની નકલ પછી નાસિકથી હરિયાણા લઈ જવામાં આવી હતી.

     હરિયાણામાં એક વખત પ્રશ્નપત્ર પાંચ અલગ અલગ સેટમાં ફરીથી રજૂ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. દરેક સેટમાં લીક થયેલા પ્રશ્નપત્રની ૧૦ નકલો હોવાનું કહેવાય છે.

   આ નકલો ત્યારબાદ અનેક રાજ્યોમાં કાર્યરત એક વિશાળ નેટવર્ક દ્વારા વિતરિત કરવામાં આવી હોવાનો આરોપ છે. 

હસ્તલિખિત પ્રશ્નપત્ર પણ ફરતું થયું હતું 

રાજસ્થાનમાં માસ્ટર માઈન્ડ, ડિસ્ટ્રિબ્યૂટરની અટકાયતં

શરુઆતમાં પાંચ લાખમાં પેપર વેચાયું, બાદમાં વધુ ફેલાતાં ભાવ ૩૦ હજાર થઈ ગયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૨        

જયપુરના , મનીષ યાદવને આ ઓપરેશનના કથિત માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવ્યો છે અને રાકેશ મંડાવરિયાએ લીક થયેલા પેપરનું વિતરણ સંભાળ્યું હોવાનો આરોપ છે. મનીષ યાદવને જયપુરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.   આ તપાસમાં રાજસ્થાનના ચુરુ જિલ્લાના એક એમબીબીએસ વિદ્યાર્થીને પણ તપાસ હેઠળ લાવવામાં આવ્યો છે.

    તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, કેરળની એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ  પહેલી મેના રોજ સીકરમાં એક સહયોગીને હસ્તલિખિત સામગ્રી મોકલી હતી.

   અધિકારીઓને શંકા છે કે આ પેપર પછી કોચિંગ નેટવર્ક અને કારકિર્દી સલાહકારો દ્વારા ફેલાયું હતું.

   સૂત્રોએ દાવો કર્યો છે કે પરીક્ષાના બે દિવસ પહેલા લીક થયેલા પેપર જોવા માટે ઉમેદવારો પાસેથી કથિત રીતે પાંચ  લાખ રૃપિયા સુધીનો ચાર્જ લેવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, પરીક્ષાના એક દિવસ પહેલા આ દર ઘટીને લગભગ  ૩૦ હજાર  રૃપિયા થઈ ગયો હતો.

   તપાસકર્તાઓનું માનવું છે કે લીક થયેલી સામગ્રી પરીક્ષાના લગભગ બે દિવસ પહેલા ઉમેદવારો સુધી પહોંચી ગઈ હશે.