Mumbai

પુણેમાં એમબીબીએસ કરતી વિદ્યાર્થિનીની હોસ્ટેલમાં આત્મહત્યા

By GS TEAM
7 Aug 20251 min read
પુણેમાં એમબીબીએસ કરતી વિદ્યાર્થિનીની હોસ્ટેલમાં આત્મહત્યા

માનસિક બીમારીની સારવાર ચાલી રહી હતી

રૃમમાં ગળાફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, સ્યુસાઇડ નોટ લખી

મુંબઈ -  કોલેજ હોસ્ટેલ રૃમમાં ૨૧ વર્ષીય મેડિકલ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાનું પુણે પોલીસે જણાવ્યું હતું. યુવતીનો મૃતદેહ ગળાફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક પાસેથી સ્યુસાઇડનોટ મળી હતી. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બંડગાર્ડન પોલીસે કહ્યું હતું કે મૂળ રાજસ્થાનની જ્યોતી પુણેમાં બી.જે. મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં ભણતી હતી. તે હોસ્ટેલના રૃમમાં અન્ય બે વિદ્યાર્થિની સાથે રહેતી  હતી. તે ગઇકાલે મોડી સાંજ સુધી પોતાના રૃમમાં પરત આવી નહોતી. તે રહસ્યમયરીતે ગાયબ હતી. આથી રુમમેટ્સે જ્યોતીના ગુમ થવાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. દરમિયાન હોસ્ટેલના બીજા રૃમમાં જ્યોતીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં  મળ્યો હતો. હોસ્ટેલ ઓથોરિટીએ આની પોલીસને જાણ કરી હતી.

પોલીસની જ્યોતી સ્કૂલના દિવસોથી જ માનસિક સારવાર હેઠળ હતી. અમને ઘટનાસ્થળ પરથી એક ચીઠ્ઠી મળી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે માનસિક સારવાર  લઇ રહી છે અને તે આગળ અભ્યાસ કરવા માંગે છે.

સ્યુસાઇડ નોટમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા માટે અન્ય કોઇ વ્યક્તિ જવાબદાર નહોવાનું જણાવ્યું હતું.

આ બનાવની યુવતીના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ આદરી છે.