ફોનમાં અશ્લીલ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી
રૃા.૧૫ લાખ અને સોનાના દાગીના પડાવ્યા ઃ ખંડણીની રકમ ચૂકવવા યુવતીના પિતાએ લોન લીધી, એફડી તોડી
મુંબઇ - લોઅર પરેલમાં લગ્નના બહાને ૨૮ વર્ષીય ઉચ્ચ શિક્ષિત યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરી ખંડણી પેટે રૃા.૧૫ લાખની રોકડ રકમ અને સાત તોલા સોનાના દાગીના પડાવી લેવામાં આવ્યા હતા.
અકોલોના રહેવાસી અમિત અને પીડિત યુવતીની ઓળખ લગ્ન સંબંધિત સેન્ટર દ્વારા થઇ હતી. ગત વર્ષે બીજી ઓકટોબર આરોપી અમિત તેની બહેન સાથે છત્રપતિ સંભાજી નગરમાં યુવતીના ઘરે ગયો હતો. આથી ફરિયાદીના પરિવારને તેના પર વિશ્વાસ થઇ ગયો હતો. આરોપી ૨૦ ઓકટોબરના ફરીથી યુવતીના ઘરે ગયો હતો. તે ઘરમાં એકલી હતી. ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપીએ મોબાઇલ ફોનમાં યુવતીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. તેણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.
લોઅર પરેલમાં યુવક તેના સંબંધીના ઘરે ગયો હતો તેણે યુવતીને ધમકી આપીને લોઅર પરેલ બોલાવી હતી. પછી ૧૨ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર દરમિયાન વારંવાર પોતાની વાસનાનો બોગ બનાવી હતી.
તેણે યુવતી સાથે સગાઇ કરી હતી ત્યાર બાદ અમિતે પીડિતાના માતા-પિતાને પોતાનું અસલીરૃપ દાખવ્યુ ંહતું.
તેણે લગ્ન માટે રૃા.પચ્ચીસ લાખ રોકડ અને સોનાના દાગીનાની માંગણી કરી હતી. આ ઉપરાંત માંગણી પૂરી ન થતા યુવતીના વિડિયો સોશિયલ મીડિયા અને તેના સંબંધીઓને મોકલીને બદનામ કરવાની ધમકી આપી હતી.
પોતાની પુત્રીની પ્રતિષ્ઠા બચાવવા માટે યુવતીના પિતાએ લોન લીધી અને એફડી તોડીને ગત બીજી જાન્યુઆરીના આરોપીના પિતાને રૃા.૧૫ લાખ રોકડા અને સાત તોલા સોનાના દાગીના આપ્યા હતા.
આટલી મોટી રકમ અને દાગીના લીધા પછી પણ આરોપી વધુ ખંડણી માગતો હતો. તેણે રૃા.૧૦ લાખ આપવા માટે દબાણ કર્યું હતું. પૈસા નહીં મળશે તો લગ્ન નહીં કરસે એવી ધમકી આપી પીડિતા સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. આમ છેવટે કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


