Get The App

રોકાણ સાથે છેતરપિંડીના કેસમાં માસ્ટરમાઇન્ડને 3 વર્ષની જેલ

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
રોકાણ સાથે છેતરપિંડીના કેસમાં માસ્ટરમાઇન્ડને 3 વર્ષની જેલ 1 - image

કંપનીના ડિરેક્ટરને બે લાખનો દંડ પંણ ફટકારાયો

જપ્ત કરેલી મિલકતોની હરાજીનો આદેશ આપ્યો

મુંબઈ -   મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક વિશેષ અદાલતે રોકાણ છેતરપિંડીના માસ્ટરમાઇન્ડને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને છેતરપિંડીનો ભોગ બનેલા સંેંકડો રોકાણકારોના પૈસા પરત કરવા માટે તેની જપ્ત કરેલી મિલકતોની હરાજી કરવાનો સરકારી અધિકારીઓને આદેશ આપ્યો છે.

૯ એપ્રિલના રોજ પસાર કરાયેલા એક આદેશમાં મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી) એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની સુનાવણી કરતા સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ જીટી પવારે સિમ્બક એગ્રો પ્લાન્ટેશન (ઇન્ડિયા) લિમિટેડના ડિરેક્ટર રામકૃત મુનશી યાદવ પર બે લાખ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

કોર્ટે યાદવને વિશ્વાસઘાત અને એમપીઆઈડી કાયદાના ઉલ્લંઘનનો દોષી ઠેરવ્યો હતો. જોકે  અન્ય બે આરોપીઓ ઇન્દિરા સુભાષ યાદવ અને બિંદુ સુદર્શન યાદવ ને કંપનીમાંથી રાજીનામું આપવા અને દૈનિક વ્યવહારોમાં તેમની સક્રિય સંડોવણી અંગે પુરાવાના અભાવને કારણે નિર્દોષ જાહેર કર્યા હતા.

આ કેસ ૧૯૯૨નો છે જ્યારે રામકૃત યાદવે માહિતી આપનારને નોંધપાત્ર વળતર, કર લાભો અને વીમાનું વચન આપીને વિવિધ યોજનાઓમાં રોકાણ કરવા માટે લલચાવ્યો હતો. પીડિત એજન્ટ બન્યો, દૈનિક બચત અને ફિક્સ્ડ ડિપોઝિટથી લઈને કૃષિ વાવેતર યોજનાઓ સુધીની યોજનાઓ માટે લોકો પાસેથી પૈસા એકઠા કરતો હતો.

ફરિયાદ પક્ષે સ્થાપિત કર્યું કે કંપનીએ જુલાઈ ૨૦૦૨ માં અચાનક તેની ઓફિસ બંધ કરી દીધી, જેના કારણે ૨૦૦થી વધુ રોકાણકારો મુશ્કેેલીમાં મુકાયા હતા. ત્યારબાદ શહેરના નૌપાડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું, પ્રોસિક્યુશન પક્ષે શંકાની બહાર સાબિત કર્યું છે કે આરોપીઓએ આ યોજના શરૃ કરી હતી અને વિવિધ થાપણદારો પાસેથી થાપણો સ્વીકારી હતી. તેમણે તેમને સોંપવામાં આવેલા ભંડોળનો દુરુપયોગ કર્યો હતો અને આરબીઆઈ અથવા સેબીની પરવાનગી લીધા વિના આ યોજના શરૃ કરી હતી.

કોર્ટે ઉમેર્યું કેસક્ષમ અધિકારી, એટલે કે કલેક્ટર, થાણેને આથી નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ રાજ્ય સરકાર પાસેથી ઉપરોક્ત મિલકતોના હરાજી વેચાણ માટે સૂચના મેળવવા અને વેચાણની રકમ તમામ રોકાણકારોને તેમની રોકાણ કરેલી રકમ અને આરોપી દ્વારા વચન મુજબ વ્યાજ સહિત વહેંચવા માટે જરૃરી પગલાં લે.કલેક્ટરે ત્રણ મહિનાની અંદર પાલનની જાણ કરવી જરૃરી છે.