માસ્ક-સ્ટ્રેટેજીઃ બ્રાન્ડ- નેમના માસ્ક પહેરાવી થાય છે, જબરદસ્ત પ્રચાર
- કર્મચારીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી...
મુંબઇ તા. 10 જૂલાઈ 2020, શુક્રવાર
કોરોનાનો પ્રકોપ, લોકડાઉન અને માસ્ક ફરજિયાત થતાં દેશની કેટલીક કંપનીઓએ તેમના તમામ કર્મચારીઓને જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી તેમની પ્રોડક્ટને વધુ લોકપ્રિય બનાવવા અને બધાની નજરમાં રાખવા નવો આઇડિયા શોધી કાઢ્યો છે, જે કારગત પણ નીવડયો છે. આ કંપનીઓએ તે માટે ઉપયોગ કર્યો છે કોરોનાથી બચાવતા માસ્કનો જે અત્યારે લોકોના ચહેરાને ઢાંકી રહ્યો છે.
કંપનીઓ માસ્ક પર તેમની બ્રાન્ડ નેમને ઝળકાવી રહી છે અને કેટલાંક કામના સ્થળોએ તો આ ડ્રેસ-કોર્ડનો એક ભાગ છે. જોકે આમાં કંપનીઓને તેમના ઓન-ફિલ્ડ સ્ટાફ ઘણાં ઉપયોગી નિવડે છે કેમ કે તેઓ તેમની બ્રાન્ડને માસ્ક પર ઉપસી આવે એ રીતે છપાવીને પહેરે છે, જેથી માર્કેટ તમામ લોકોની નજરે પડે છે, આ સાથે જ ચહેરા પર માસ્ક પણ લોકોની નજરે દેખાય એ રીતે બ્રાન્ડની છાપ સાથે હોય છે. આ વ્યૂહને કારણે બ્રાન્ડ આંખને માત્ર આખર્ષતું જ નથી, પણ બ્રાન્ડ અંગે પણ રસ પેદા કરે છે.
૧૦૦ કરોડના વુશ ડિટરજન્ટનું ઉત્પાદન કરતી કંપની હર્ષ ઇન્ટરનેશનલમાં ૫૦૦થી વધુ સેલ્સમેન છે. આ બધા માસ્ક પર 'વુશ' અને 'બુશ કરે ખુશ' જેવા શબ્દો છપાવીને તે પહેરીને તેમના માલની ડિલિવરી કરે છે. આ સાથે જ તેઓ આવા માસ્ક રિટેલરોને પણ તેમના સ્ટાફ માટે આપી જાય છે, જેથી તેમનો સ્ટાફ પણ આ માસ્ક પહેરી શકે અને આડકતરી રીતે 'વુશ' કપડાં ધોવાના પાવડરનો પ્રચાર કરી શકે. હર્ષ ઇન્ટરનેશનલના એમડી યોગેશ જૈન કહે છે, 'અમારી બ્રાન્ડ માટે આની સરસ અસર થઇ છે.' વુશ ડિટરજન્ટ પાવડરની જાહેરાત અભિનેત્રી કાજોલ કરે છે. વુશ કપડાં ધોવાની લોન્ડ્રીમાં મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે.
ડાર્થનેમિક કોન્ગલોમેરેટ નવયુવાનો માટે ઇલેકટ્રોજિક આઇટેમ બનાવતી બ્રાન્ડ છે. આ વધુ એક કંપની છે જે ફિલ્ડ પર જતાં તેમના કર્મચારીઓને માસ્ક પહેરાવી તેમની બ્રાન્ડનો પ્રચાર કરે છે. 'બ્રાન્ડના ડિસ્પ્લે માટે માસ્ક એક મહત્વનું સ્થાન છે, એમ કહે છે આ કંપનીના સીઇઓ સંદીપ પારસરામપુરિયા.
સમ્સીકા માર્કેટિંગ કન્સલ્ટન્ટ્સના સ્થાપક સીઇઓ જગદીપ કપૂર જણાવે છે કે આ રીતે પ્રચાર કરવાથી ચાર લાભ થાય છે, બ્રાન્ડની ઓળખ પ્રસ્થાપિત થાય છે, સેફટી અને હાઇજિન અને રિટેઇલ માર્કેટમાં બ્રાન્ડ યાદ તાજી કરે છે. આ સાથે જ સેલ્સમેન પોતે જ બ્રાન્ડની માગને વધુ તીવ્ર બનાવવામાં સહાયભૂત થાય છે.
નવા પ્રોડકટ અથવા ઝુંબેશનો પ્રારંભ કરવાની યોજના બનાવતી કંપનીઓ પણ આને અપનાવી શકે છે. મહેક ગુ્રપના સીઇઓ અને એમડી એસ.કે. જૈન જણાવે છે. અમે તાજેતરમાં જ કેન્ડીની અમારી ચોકો બ્રાન્ડ માટે મિન્ટની વેરાઇટી લોન્ચ કરી. તેમાં અમે માસ્ક સ્ટ્રેટિજીનો ઉપયોગ કર્યો હતો.
લકનઉની નેચરલ ડાય મેકર-એએમએ હર્બલ લેબોરેટરીએ હેલ્થ, હાઇજિન અને ઇમ્યુનિટી બુસ્ટર પ્રોડક્સ લોન્ચ કર્યા જેમાં તેના કર્મચારીઓને ઉપયોગ પ્રચાર માટે કર્યો બ્રાન્ડેડ માસ્ક સાથે અમારા કર્મચારીઓની ઓળખ વધુ ઝડપથી આવી એમ કંપનીના સ્થાપક સીડીએમ યાવર અલી શાહે જણાવ્યું હતું.