નેઈલ
પોલીશ રિમુવર, સેનિટાઈઝરથી પણ નિશાન ભૂંસાવાના અનેક વિડીયો વાયરલ
પંચે પહેલાં કહ્યું કે ખોટી અફવા છેઃ પછી કહ્યું કે માર્કર પેન તો ૨૦૧૧થી વપરાય
છેઃ હવે જિલ્લા પરિષદમાં ફરી અવિલોપ્ય શાહી વાપરવાની જાહેરાત
દિવસભર
નેતાઓ તથા નાગરિકોએ માર્કર પેનના ઉપયોગ બાબતે ફરિયાદો કરીઃ મોટાપાયે બોગસ વોટિંગનો
પ્રોત્સાહન મળ્યું હોવાના આક્ષેપો
મુંબઈ
- મુંબઈ સહિત રાજ્યના ૨૯ મહાનગરોની ચૂંટણીઓમાં મતદારોને મતદાન કરતી વખતે
આંગળી પર અવિલોપ્ય શાહીથી નિશાની કરવાને બદલે માર્કર પેનનો ઉપયોગ કરાતાં ભારે
હોબાળો મચી ગયો હતો. સંખ્યાબંધ લોકોએ મતદાન પછી તરત જ એસીટોન ધરાવતાં નેઈલ પોલીશ
રિમુવર અને સાદાં સેનિટાઈઝરથી પણ નિશાન ફટાફટ ભૂંસાઈ જતું હોવાના વિડીયો વાયરલ
કર્યા હતા. અનેક નાગરિકો તથા મતદારોએ આ ચૂંટણી પ્રક્રિયા સાથે ચેડાં હોવાનું જણાવી
મોટાપાયે બોગસ વોટિંગની આશંકા વ્યક્ત કરી હતી. ચૂંટણી પંચે શરુઆતમાં આ નિશાન
ભૂંસાઈ જતાં હોવાની વાતને અફવા ગણાવી તેવા
વિડીયો પોસ્ટ કરનાર સામે કાનૂની
કાર્યવાહીની ચિમકી આપી હતી. બાદમાં પંચે બચાવ કર્યો હતો કે માર્કર પેનના ઉપયોગને
૨૦૧૧થી મંજૂરી અપાઈ છે. વધુમાં પંચે એમ પણ જાહેર કર્યું હતું કે હવે ફેબુ્રઆરીમાં
યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીમાં ફરી અવિલોપ્ય શાહીનો ઉપયોગ કરવામાં આવશે.
આજે
વહેલી સવારે મતદાન શરુ થયું કે તરત જ થોડા સમયમાં સોશિયલ મીડિયા પર સેંકડો મતદારોએ
આંગળી પરની નિશાની તરત ભૂંસાઈ જતી હોવાના વિડીયો પોસ્ટ કર્યા હતા. અનેક લોકોએ
અવિલોપ્ય શાહીને બદલે સાદી માર્કર પેનથી નિશાની કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ વખતે ડુપ્લીકેટ મતદારોનો મુદ્દો બહુ ગાજ્યો હતો તે વખતે જ નિશાની ભૂંસાઈ
જતી હોવાના મુદ્દાએ જોર પક્ડયું હતું.
કોંગ્રેસના
નેતા વર્ષા ગાયકવાડે આ મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે માર્કર પેનની શાહી તરત જ
નીકળી જાય છે. એસીટોન કે નેઈલ પોલીશ રિમુવરથી આ નિશાની જોતજોતામાં સાફ થઈ જાય છે.
અન્ય વિપક્ષી નેતાઓએ પણ આ નિશાની ભૂંસાઈ જતી હોવાના વિડીયો પોસ્ટ કરી ચૂંટણી પ ંચ પર સવાલોની ઝડી વરસાવી હતી.
બીએમસી
અધિકારીઓએ એમ કહીને પોતાની જવાબદારી ખંખેરી હતી કે તેમને ચૂંટણીને લગતી સામગ્રી
પંચ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે અને તેમાં શાહી વપરાય છે કે માર્કર પેન તે
નક્કી કરવાનું કામ તેમના હસ્તક હોતું નથી.
બાદમાં
રાજ્યના ચૂંટમી કમિશનર દિનેશ વાઘમારેએ કહ્યુ ંહતું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ
થયેલા વિડીયો વિશે તપાસ કરાશે. ખોટી અફવા ફેલાવનારા સામે કાનૂની પગલાં લેવાશે.


