અનેક હિરો સવારે ડાયટ પર હોય રાતે ડ્રગ માગે
પહલાજ નિહલાણીએ ફરી નિશાન તાક્યું
એક હિરોને છ વેનિટી વેન જોઈએઃ અક્ષયે હિરોઈન માટે દબાણ કર્યું હતું
મુંબઇ - વારંવાર વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા પહલાજ નિહલાણીએ બોલીવૂડ કલાકારો સામે આક્રોશ ઠાલવતાં કહ્યું છે કે મોટાભાગના એક્ટરો સવારે ડાયટ પર હોય છે અને ફ્રૂટસની માગણી કરતા હોય છે પરંતુ રાત પડે તેઓ ડ્રગ માગવા લાગે છે.
તેમણે કહ્યું હતું કે કલાકારોનાં નખરાં વધી ગયાં છે. એક એક કલાકારને છ છ વેનિટી વેન જોઈએ છે. તેમને જીમ માટે અલગ, કિચન માટે અલગ, મીટિંગ માટે અલગ વાન જોઈએ છે. તેના કારણે નિર્માતાઓનો ખર્ચો વધી ગયો છે. જ્યાં એક વ્યક્તિથી કામ ચાલતું હતું ત્યાં દસ લોકો રાખવા પડે છે. પહેલાં તેઓ એક મેક અપ મેન માગતા હતા હવે તો તેમને મિરર પકડવા માટે પણ અલગ માણસ જોઈએ છે.
તેમણે કહ્યું હતું કે ફિલ્મ 'તલાશ'મા અક્ષય કુમારે કાસ્ટિંગમાં દખલગીરી કરી કરીના કપૂરને લેવાનું દબાણ કર્યુ ંહતુ. એ સમયે મને આ ફિલ્મમાં ૨૨ કરોડનો ખર્ચો થઈ ગયો હતો.