મુંબઇમાં નવી ઈમારતમાં ઇલેક્ટ્રિક વાહન પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશન ફરજિયાત
બિલ્ડરને ટેક્સમાં રાહત આપવાનો વિચાર,આગામી ૬ મહિનામાં પાલિકા તૈયાર કરશે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી
મુંબઇ : મુંબઈ મહાનગર પાલિકા વાહનોથી ફેલાતા પ્રદૂષણને રોકવા માટે આગામી છ મહિનામાં ઈકો-ફ્રેન્ડલી ઈ-વ્હીકલ પોલિસી બનાવશે અને તેનો અમલ કરશે. નગર વિકાસ વિભાગને આ નીતિ માટે ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેટરી(ડી.સી.આર)માં જોગવાઈ કરવા વિનંતી કરવામાં આવશે.
આ નીતિ હેઠળ, મુંબઈમાં નવી ઈમારતો અને કોમશયલ ઈમારતોમાં ઈ-વાહનો માટે ૨૦% પાકગ તેમજ ઈલેક્ટ્રિક વાહન ચાજગ સ્ટેશન આપવાનું ફરજિયાત રહેશે. તેના બદલામાં પાલિકા બિલ્ડરને ટેક્સમાં કેટલીક છૂટ આપવા માગે છે.
મુંબઈ મહાનગરપાલિકા પોલિસી તૈયાર કરી રહી છે અને આ પોલિસી આગામી ૬ મહિનામાં પૂર્ણ કરીને લાગુ કરવામાં આવશે એમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ( પર્યાવરણ) સુનિલ ગોડસેએ એક મીડિયા સંવાદમાં જણાવ્યું હતું.
મુંબઈમાં વધી રહેલા શહેરીકરણ સાથે વાહનોની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા આ વાહનો ખૂબ જ પ્રદુષણ ફેલાવે છે. આ પ્રદૂષણને રોકવા અને ઈલેક્ટ્રિક વાહનોને પર્યાવરણને અનુકૂળ વાહન તરીકે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાજગ પોલિસી ઘડી છે. જો કે હજુ સુધી વટહુકમ બહાર પાડવામાં આવ્યો નથી.
બીજી તરફ, મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લાગુ કરવા માટે જોરશોરથી તૈયારીઓ શરૃ કરી દીધી છે. એપ્રિલ ૨૦૨૨ પછી, સરકાર અને પાલિકા વહીવટીતંત્ર દ્વારા ફક્ત ઇલેક્ટ્રિક વાહનો જ ખરીદવામાં આવશે અને ફક્ત તે જ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.
મુંબઈમાં હાલમાં ૫,૦૬૬ ઇલેક્ટ્રિક વાહનો છે. વર્ષ ૨૦૧૯ માં ૬૪૨ ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા, વર્ષ ૨૦૨૦ માં ૧,૪૨૨ વાહનો નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૧ માં ૩,૦૦૨ વાહનો નોંધાયા હતા.
નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર ચાલતી તમામ બસોને સ્ક્રેપમાં નાખવાનો નિર્ણય લીધો છે.
તેણે ૧૦,૦૦૦ ઈલેક્ટ્રિક બસોનો કાફલો બનાવવાનો નિર્ણય કર્યો છે. બેસ્ટ પાસે હાલમાં તેના કાફલામાં ૩૮૬ ઇલેક્ટ્રિક બસો છે. ૨૦૨૩ સુધીમાં ૩૦૦૦ ઈલેક્ટ્રિક બસોનો કાફલો રચવામાં આવશે.
હાલમાં મુંબઈમાં ૬ ઇલેક્ટ્રિક વાહન ચાજગ સ્ટેશન છે. પાલિકા નજીકના ભવિષ્યમાં ૧,૫૦૦ ઇલેક્ટ્રિક વાહન ચાજગ સ્ટેશન સ્થાપવા માંગે છે. ે ઇલેક્ટ્રિક વાહન ચાજગ સ્ટેશન પર એક સમયે ઓછામાં ઓછા ૬ થી ૧૨ વાહનો ચાર્જ કરી શકાય છે.
આ વાહનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ફાયર બ્રિગેડના માર્ગદર્શન હેઠળ કડક નિયમો ઘડવામાં આવશે કારણ કે હાલમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગી રહી છે અને તેને ઇલેક્ટ્રિક વાહન નીતિમાં સામેલ કરવામાં આવશે.