ચાલુ મીટિંગે બહાર નીકળી 7મા માળેથી ઝંપલાવી આત્મહત્યા
પુણેમાં ૨૩ વર્ષના આઈટી એન્જિનયરનો આપઘાત
હું જીવનમાં દરેક જગ્યાએ નિષ્ફળ ગયો છું, મને માફ કરજો- સ્યુસાઇડ નોટ
મુંબઈ - પુણેના હિંજવાડી આઇટી પાર્કમાં યુવાન એન્જિનિયરે કંપનીના સાતમાં માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તે ઓફિસમાંથી ચાલુ મીટિંગે છાતીમાં દુઃખાવો થાય છે તેમ કહી બહાર નીકળી ગયો હતો અને સીધું ંઝંપલાવી દીધું હતું.
મૂળ નાસિકનો પિયુષ કવડે (ઉ.વ.૨૩) આઇટી એન્જિનિયર હતો તે છેલ્લા દોઢ વર્ષથી પુણેમાં એટલાસ કૉપકો કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. કંપનીના સાતમાં માળ જઇ સવારે ૧૦.૩૦ વાગ્યે પિયુષે નીચે કૂદકો મારી દીધો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે યુવકે તેના પિતા માટે એક ટૂંકી સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે. કે તે તેમનો પુત્ર બનવાને લાયક નથી. તેણે આ પગલું ભરવા બદલ માફી પણ માંગી હતી. તેણે આત્મહત્યા માટે અન્ય કોઇ જવાબદાર ન હોવાનું કહ્યું હતું.
જો કે પિયુષે કામના બોજ કે દબાણ વિશે કાં જણાવ્યું નથી. પોલીસ આત્મહત્યાના કારણને સમજવા માટે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે.
કંપનીએ આ બનાવ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને પરિવારનો સપોર્ટની ખાતરી આપી હતી.