Mumbai

મમતા કુલકર્ણીએ દાઉદ આતંકવાદી નથી એવું કહ્યા બાદ ફેરવી તોળ્યું

By GS TEAM
30 Oct 20251 min read
મમતા કુલકર્ણીએ દાઉદ આતંકવાદી નથી એવું કહ્યા બાદ ફેરવી તોળ્યું

પોતે દાઉદ  નહિ  વિકી ગોસ્વામી  માટે  કહ્યાનો દાવો

દાઉદ દેશવિરોધી નથી અને  બોમ્બ બ્લાસ્ટમાં તેની કોઈ સંડોવણી ન હતી એવું નિવેદન  કર્યું હતું

મુંબઇ - મમતા કુલકર્ણીએ દાઉદ ઈબ્રાહિમ દેશવિરોધી નથી અને તેમે કોઈ બોમ્બ બ્લાસ્ટ કર્યા નથી તેવું નિવેદન કર્યા બાદ વિવાદમાં ફસાઈ હતી. બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે પોતે દાઉદ નહિ પરંતુ વિકી ગોસ્વામીની વાત કરી રહી હતી. 

મમતાના દાવા અનુસાર મને કોઈએ દાઉદ સાથે સંબંધ વિશે પૂછ્યું હતું. ત્યારે મેં કહ્યું હતું કે મારે જેની સાથે સંબંધ હતો તેની કોઈ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી નથી કે તે દેશવિરોધી પણ નથી. આ વાતનું અર્થઘટન એવું કરાયું હતું કે હું દાઉદની વાત કરી રહી છું. વાસ્તવમાં દાઉદ સાથે મારે કોઈ સંબંધ ક્યારેય ન હતો અને હુ ંતેને કોઈ દિવસ મળી ન  હતી. 

મમતા કુલકર્ણી અને ડ્રગ ડીલર વિકી  ગોસ્વામી બંને લાંબા સમય સુધી ભારતની બહાર સાથે રહ્યાં હતાં. મમતાએ વિકી સાથે લગ્ન કરી લીધાં હોવાનું મનાતું હતું. જોકે, બાદમાં વિકીએ દાવો કર્યો હતો કે મમતા તેની પત્ની નહિ પરંતુ માત્ર શુભેચ્છક હતી. 

આફ્રિકામાં ડ્રગના કારોબારને લગતી મીટિંગમાં વિકી સાથે મમતા પણ હાજર હોવાનો કેસ થયો હતો. જોકે, આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે મમતાને ક્લિનચીટ આપી હતી.

મમતા પોતે હવે સન્યાસ લઈ ચૂકી હોવાનું જણાવે છે અને એક સાધ્વીના વેશમાં જ જોવા મળતી હોય છે.