સોરાબ, હર્ષ સાથે અફેરની અફવાઓ નકારી
હું અને મારો દીકરો અરહાન આવી અફવાઓને હસવામાં ખપાવીએ છીએ
મુંબઇ - મલાઈકા અરોરાએ સોરાબ બેદી કે પછી હર્ષ મહેતા સાથે અફેરની અફવા નકારી કાઢી છે.
મલાઈકા હર્ષ મહેતા સાથે કેટલીક ઈવેન્ટમાં જોવા મળી હતી તથા બંને વિદેશમાં પણ સાથે હોવાનું કેટલીક તસવીરો પરથી સ્પષ્ટ થયું હતું. તે પછી બંને વચ્ચે અફેરની અફવા ચાલુ થઈ હતી. બીજી તરફ મલાઈકા અને સોરાબ બેદી સાથે ડાન્સ કરી રહ્યાં હોય તેવો એક વિડીયો વાયરલ થતાં તેમનાં અફેરની પણ અફવા ચગી હતી.
મલાઈકાએ આ અફવાઓને પાયાવિહોણી ગણાવી છે. તેના કહ્યા મુજબ હું અને મારો પુત્ર અરહાન હવે આવી અફવાઓને હસવામાં કાઢીએ છીએ.
ઉલ્લેખનીય છે કે અગાઉ મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચે લાંબા સમય સુધી અફેર રહ્યું હતું. બાદમાં બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું.


